એપીઆઈ અને આઈસીપીએ ભારતમાં હાઈપરટેન્શન સંભાળને બહેતર બનાવવા ડોક્ટરો માટે વ્યવહારુ માર્ગદર્શિકાઓ જારી કરી

Spread the love
  • આ માર્ગદર્શિકાઓ પરિણામો બહેતર બનાવવા માટે યોગાસનો કરવાની ભલામણ કરીને જીવનશૈલીમાં સુધારણા કરવા માટે હિમાયત કરે છે.
  • ઘરમાં બ્લડ પ્રેશર (બીપી) મોનિટરિંગ સહિત હાઈપરટેન્શનનું નિદાન અને માપન કરવા માટે ઘણી બધી પદ્ધતિઓના ઉપયોગ પર ભાર આપે છે.
  • માર્ગદર્શિકાઓ લાભોને મહત્તમ બનાવવા માટે સિલ્નિડિપાઈન જેવા નવા કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ (સીસીબી) સાથે એન્જિયોટેન્શન રિસેપ્ટર બ્લોકર્સ (એઆરપી)ને જોડવા માટે પ્રથમ રેખાની ડ્યુઅલ થેરપીની ભલામણ કરે છે.

નવી દિલ્હી

ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (આઈસીપી) સાથે સહયોગમાં ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયા (એપીઆઈ) દ્વારા ટાઈપ 2 ડાયાબીટીસ મેલાયટસ (ટી2ડીએમ) સાથેના ભારતીય દર્દીઓમાં હાઈપરટેન્શનની માવજત પર માર્ગદર્શિકાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકાઓ ભારતમાં હાઈપરટેન્શન અને ડાયાબીટીસના વધતા બમણા બોજની માવજત કરવા માટે વિગતવાર, પ્રદેશ વિશિષ્ટ પ્રોટોકોલ માટે વધતી જરૂરને પહોંચી વળે છે.

હાઈપરટેન્શન અને ડાયાબીટીસ ભારતમાં જીવનશૈલી રોગો પ્રેરિત કરનારમાંથી અમુક છે, જે નોંધપાત્ર રીતે મરણાધીનતા અને માંદલાપણું પ્રેરિત કરે છે. અધ્યયનો સંકેત આપે છે કે ભારતમાં 50 ટકા હાઈપરટેન્સિવ દર્દીઓમાં ટી2ડીએમનું નિદાન પણ થાય છે, જે નોંધપાત્ર ઓવરલેપ આલેખિત કરે છે, જે દર્દી સંભાળમાં અજોડ પડકાર લાવે છે. આ સ્થિતિઓનો સહ-ઉદભવ કાર્ડિયોવેસ્ક્યુલરની ગૂંચનું જોખમ વધારે છે અને રેનલ રોગની પ્રગતિ વધારે છે, જેથી અસરકારક માવજત વ્યૂહરચના મહત્ત્વપૂર્ણ બની જાય છે. ઉપરાંત આ મોટા ભાગના રોગોનું ભારતમાં પ્રાથમિક સ્તરે નિદાન અને માવજત થાય છે અને તેથી ખાસ કરીને ભારતીય દર્દીઓમાં સંપૂર્ણ માવજતનો પ્રોટોકોલ ઘડી કાઢવા માટે વિગતવાર માર્ગદર્શિકાઓની જરૂર છે.

“વૈશ્વિક માર્ગદર્શિકાઓ ટી2ડીએમમાં હાઈપરટેન્શનની માવજત માટે કાર્યરેખા પૂરી પાડે છે ત્યારે ભારતીય અને દક્ષિણ- પૂર્વ એશિયન વસતિ નૈતિકતા, ચિકિત્સકીય પડકારો અને દવાના પ્રતિસાદની બાબતમાં પશ્ચિમ વસતિ કરતાં નોંધપાત્ર રીતે ભિન્ન તરી આવે છે. આ અંતરને ઓળખતાં એપીઆઈ અને આઈસીપીએ ખાસ કરીને ભારતીય દર્દીઓમાં પ્રોટોકોલનું વ્યવસ્થાપન વિકસાવવા માટે અગ્રણી ફિઝિશિયનો, કાર્ડિયોલોજિસ્ટો, ડાયાબીટોલોજિસ્ટો અને એડોક્રાયનોલોજિસ્ટો સાથે જોડાણ કર્યું છે. માર્ગદર્શિકા વહેલું નિદાન, વ્યાપક આકલન અને બહુમુખી ઉપચાર અભિગમના મહત્ત્વ પર ભાર આપે છે,” એમ એપીઆઈના પ્રેસિડેન્ટ ઈલેક્ટ (2025) ડો. જ્યોર્તિમય પાલે જણાવ્યું હતું.

ટી2ડીએમ સાથેના નાગરિકોમાં હાઈપરટેન્શન હૃદયનો રોગ, સ્ટ્રોક અને સંલગ્નિત ધમનીના રોગો જેવી કાર્ડિયોવેસ્ક્યુલર ગૂંચનું

જોખમ બહુ વધારે છે. લક્ષ્યની અવયવ હાનિ અને એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર જોખમનું આકલન ઉપચારની ઘનતા અને પ્રતિબંધાત્મક પગલાં માર્ગદર્શિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. માઈક્રોઅલ્બુમિનુરિયા માટે નિયમિત સ્ક્રીનિંગ કિડનીના વિકાસ અને ભાવિ કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓળખવા માટે ભલામણ કરવામાં આવે છે. ડાયાબીટીસ સાથેના નાગરિકો માટે વધુ અચૂક કાર્ડિયોવેસ્ક્યુલર જોખમનું આકલન કરવા માટે સામાન્ય વસતિના જોખમના સ્કોર્સને બદલે વિશિષ્ટ જોખમ સ્કોર્સને અગ્રતા અપાય છે.

ટી2ડીએમમાં ઉચ્ચ કાર્ડિયોવેસ્ક્યુલર જોખમ ધ્યાનમાં લેતાં માર્ગદર્શિકા બીપી ઓછું કરવા અને કાર્ડિયોવેસ્ક્યુલર ગૂંચ સામે રક્ષણ માટે એન્જિયોટેન્શન રિસેપ્ટર બ્લોકર્સ (એઆરબી) અને કેલ્શિયમ ચેનલ બ્લોક્સ (સીસીબી)ને જોડવા માટે ડ્યુઅલ એન્ટીહાઈપરટેન્સિવ થેરપીના પ્રથમ રેખાની ભલામણ કરે છે.

સિલ્નિટિપાઈન પર વિશેષ એકાગ્રતા સાથે નવા સીસીબીની ભલામણ 2024ની માર્ગદર્શિકામાં નોંધપાત્ર સમાવેશ છે. 2007માં ભારતમાં રજૂ કરાયેલું સિલ્નિડિપાઈને બીપી ઓછું કરવા સાથે ખાસ કરીને કિડની સહિત મહત્ત્વનાં અવયવોનું રક્ષણ કરવા માટે ઘણા બધા લાભો આપવામાં આશાસ્પદ છે. માર્ગદર્શિકા આ લાભોને મહત્તમ બનાવવા માટે એઆરબી સાથે સિલ્નિડિપાઈનને જોડવાનું સૂચન કરે છે, જ્યારે દર્દી વિશિષ્ટ પરિબળો અને સહ-માંદગીઓને પણ વિચારમાં લે છે.

ઉપરાંત રેનિન- એન્જિયોટેન્શન સિસ્ટમ (આરએએસ) બ્લોકર્સ ડાયાબીટિક કિડનીની ગૂંચની પ્રગતિ રોકવા અને ધીમી પાડવા માટે રેન્ડમાઈઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ્સ (આરસીટી)માં તેમની સિદ્ધ કાર્યસાધકતા જોતાં ઉપચારના શાસનનો આંતરિક ભાગ હોવો જોઈએ. તે ગ્લાયસેમિક નિયંત્રણ સુધારવા અને મેક્રો તથા માઈક્રો- વેસ્ક્યુલર રક્ષણ માટે એસજીએલટી2 ઈન્હિબિટર્સ અને જીએલપી-1 રિસેપ્ટર જેવા નવા એન્ટી- ડાયાબીટિક એજન્ટ્સનો ઉપયોગ પણ ભલામણ કરે છે.

એપીઆઈ- આઈસીપી એવી સ્થિતિઓની પણ ભલામણ કરે છે, જ્યાં દર્દીઓને રોગના બહેતર વ્યવસ્થાપન માટે નિષ્ણાતોને સંદર્ભિત કરાય છે.

નવી માર્ગદર્શિકાની એક મુખ્ય વિશિષ્ટતા એ છે કે તે ઘરે બ્લડ પ્રેશર (બીપી)ની દેખરેખ સહિત હાઈપરટેન્શનનું નિદાન અને માપન કરવા માટે ઘણી બધી પદ્ધતિઓના ઉપયોગ પર ભાર આપે છે. આ અભિગમ ઉપચારનં પાલન અને લાંબા ગાળાનાં પરિણામો સુધારવા માટે તેમની સ્થિતિની માવજતમાં સક્રિય ભમિકા લેવા દર્દીઓના સશક્ત બનાવે છે.

ઉપરાંત માર્ગદર્શિકાઓ ઉપચારનાં પરિણામો બહેતર બનાવવા માટે જીવનશૈલીની સુધારણાઓને જોડવા માટે હિમાયત કરે છે. પહેલી વાર યોગાસનના પ્રાચીન ભારતીય વ્યવહારો પણ ટી2ડીએમમાં હાઈપરટેન્શનની માવજત માટે ઉપાય તરીકે ભલામણ કરવામાં આવ્યા છે. ડોક્ટરો એકંદર સ્વાસ્થ્યનાં પરિણામો માટે દર્દીઓને યોગાના પરિપૂર્ણ લાભોની ભલામણ કરે છે.

ભારત અને તેની પાર હેલ્થકેર પ્રોફેશનલોને દર્દી સંભાળ બહેતર બનાવવા અને ડાયાબીટીસના દર્દીઓમાં હાઈપરટેન્શનની અસરકારક માવજતની ખાતરી રાખવા માટે આ માર્ગદર્શિકાઓ અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ માર્ગદર્શિકા હવે જર્નલ ઓફ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયા (જેએપીઆઈ)માં સંદર્ભ માટે ઉપલબ્ધ છે, જે સંભાળનાં ઉચ્ચ ધોરણો પ્રદાન કરવા ભાર આપતા ચિકિત્સકો માટે મૂલ્યાન સંસાધન પૂરું પાડે છે.

Total Visiters :1054 Total: 1497226

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *