- AI સંચાલિત ‘એલિવેટ’ ગ્રાહકોને વ્યક્તિગત પ્લાન્સની પસંદગી માટે સક્ષમ બનાવે છે –
- અમદાવાદ
- ભારતની અગ્રણી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની ICICI લોમ્બાર્ડે ગર્વભેર તેની ક્રાંતિકારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ‘એલિવેટ’ના પ્રાંરભની જાહેરાત કરી છે. AIથી સંચાલિત પોતાની રીતે આગવી હેલ્થ પ્રોડક્ટ અત્યાધૂનિક વિશેષતાઓ અને એડ-ઓન્સથી સુસજ્જ છે, જે ગ્રાહકોને તેમની વિવિધતાપૂર્ણ જીવનશૈલી, મેડિકલ ઇમર્જન્સી અને તબીબી ક્ષેત્રમાં સારવારના વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે સક્ષમ બનાવે છે. આ મહત્ત્વપૂર્ણ લોન્ચ ICICI લોમ્બાર્ડની તેના ગ્રાહકોને વીમા ઉદ્યોગના અદ્રિતીય મૂલ્યો પૂરા પાડવા પ્રત્યે ICICI લોમ્બાર્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
સતત ઉભરી રહેલી નવીન વ્યવસ્થાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવેલો ગ્રાહક કેન્દ્રી પ્લાન ‘એલિવેટ’ કોમ્પ્રેહેન્સિવ કવરેજ અને ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. ‘એલિવેટ’ની મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ નીચે મુજબ છેઃ
અમર્યાદિત વીમાકૃત રકમઃ મર્યાદિત કવરેજ અને વીમાકૃત રકમ સંબંધિત ચિંતા ઉકેલ લાવતાં પ્લાનની આ વિશેષતા સુનિશ્ચિત કરે છે કે પોલિસીધારકોને કવરેજ સંબંધિત ચિંતાનો ક્યારેય સામનો કરવો ન પડે.
અમર્યાદિત દાવા રકમઃ આ એડ-ઓન વીમાકૃત રકમની મર્યાદાને ધ્યાનમાં લીધા વગર પોલિસીના સમગ્ર જીવનકાળ દરમિયાન વન-ટાઇમ ક્લેઇમ માટે અમર્યાદિત દાવા રકમ સાથે સર્વાંગી નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે.
પાવર બૂસ્ટર એડ-ઓનઃ આ એડ-ઓન અમર્યાદિત સમય માટે દાવાઓને ધ્યાનમાં રાખ્યાં વગર વાર્ષિક 100% એકંદર બોનસ પૂરું પાડે છે.
રિસેટ બેનિફિટઃ પ્લાનની આ ખાસિયત તમારા કવરેજ અમર્યાદિત રીતે રિસેટ કરવાની સુવિધા આપીને કરવામાં આવેલા ક્લેઇમને ધ્યાનમાં રાખ્યાં વગર અવિરત સુરક્ષાની ખાતરી પૂરી પાડે છે.
અમર્યાદિત ખાતરીઃ આ એડ-ઓન અસ્થમા, ડાયબિટીસ, હાઇપરટેન્શન, હાઇપરલિપિડેમિયા અને સ્થૂળતા જેવી પહેલેથી અસ્તિત્વ ધરાવતી બીમારી ધરાવતાં દર્દીઓને 3 વર્ષના પ્રતીક્ષા સમયગાળાના વીમાક્ષેત્રના માપદંડની સામે પોલિસીની શરૂઆતથી 30માં દિવસ પછી લાભની શરૂઆતની ખાતરી પૂરી પાડે છે.
AIની શક્તિનો ઇષ્ટતમ લાભ ઉઠાવીને ‘એલિવેટ’ ઇષ્ટતમ કવરેજ ભલામણો પૂરી પાડવા માટે ગ્રાહકોના ઇનપુટ્સનું અર્થઘટન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક પોલિસી વ્યક્તિઓની જરૂરિયાતો મુજબ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવે. આરોગ્ય વીમા ક્ષેત્રનો આ પ્રકારનો આગવો અભિગમ વ્યક્તિગત આરોગ્ય અને નાણાકીય ચિંતાઓને નજર સમક્ષ રાખીને એક વિસ્તૃત સંરક્ષણ પૂરું પાડે છે, જે તેને ગ્રાહકોની જરૂરિયાતો માટે વધુ અનુકૂલનશીલ અને પ્રતિભાવશીલ બનાવે છે.
પોતાના ધ્યેયવાક્ય ‘પાવર ઓફ ઇન્ફિનિટ પર્સનાલાઇઝેશન’ને સાર્થક કરતાં, ‘એલિવેટ’ 15 ઇન-બિલ્ટ કવર્સ અને મલ્ટિપલ પર્સનાલાઇઝેશન વિકલ્પો ધરાવે છે, જેમાં 20 ક્રિટિકલ ઇલનેસ, પર્સનલ એક્સિડન્ટ, મેટરનિટી, ન્યૂ-બોર્ન કવર, રહેવા અને પ્રવાસના લાભો, નિવારાત્મક સંભાળ, ઇન્ફ્લેશન પ્રોટેક્શન, એર એમ્બ્યુલન્સ અને પર્સનાલાઇઝ્ડ હોમ કેર સહિત બીજા અનેક લાભોનો સમાવેશ થાય છે.
ICICI લોમ્બાર્ડના રિટેલ અને ગવર્મેન્ટ પ્રભાગના વડા શ્રી આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે,”‘એલિવેટ’ નવીન સંશોધન અને ગ્રાહકોને લક્ષમાં રાખવાનો અમારો મજબૂત નિર્ધાર પ્રદર્શિત કરે છે. વીમાક્ષેત્રમાં નવો ચિલો શરૂ કરીને AI-એન્જિનથી સંચાલિત ‘એલિવેટ’ સમગ્ર વીમા ક્ષેત્રને નવું સ્વરૂપ આપીને ગ્રાહકોની વિશેષ જરૂરિયાતોને અનુરૂપ એક અત્યંત વ્યક્તિગત અનુભવ પૂરો પાડવાની ખાતરી પૂરી પાડશે. ‘ઇન્ફિનિટ કેર’ અને ‘પાવર બૂસ્ટર’ જેવા એડ-ઓન સાથે, અમે આરોગ્ય વીમા ક્ષેત્રમાં નવા માપદંડો પ્રસ્થાપિત કરીને સતત વૈવિધ્યપૂર્ણ બની રહેલા વિશ્વમાં ગ્રાહકોને અદ્રિતીય મનની શાંતિ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે.”
ICICI લોમ્બાર્ડ ખાસ કરીને અત્યાધૂનિક ટેક્નોલોજી દ્વારા વ્યક્તિગત વીમા ઉકેલો પૂરા પાડીને, તેની કામગીરીના દરેક પાસાંઓમાં નવીન આવિષ્કારનો ઉમેરો કરીને તેની સેવાઓ ગ્રાહક-કેન્દ્રી બનાવવા માટે કટિબદ્ધ છે.