ગુજરાત મેડિકલ કાઉન્સિલે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે થયેલી વીમાની છેતરપિંડીની ફરિયાદ પર કાર્યવાહી કરી

Spread the love

મુંબઈ

ઇન્શ્યોરન્સ સેક્ટરમાં નૈતિક કામગીરી પ્રત્યે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતા એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે (જીએમસી) શંકાસ્પદ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં સંડોવાયેલા બે ડોક્ટરો સામે નિર્ણયાત્મક પગલાં લીધા છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના પગલે જીએમસીએ આ બાબતે વિગતવાર કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે કાઉન્સિલે ગુજરાતમાં બે મેડિકલ પ્રેક્ટિશનર્સના રજિસ્ટ્રેશન એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી સંભવિત છેતરપિંડી ભરેલી કાર્યવાહીની તપાસ કરવા અને જાણ કરવામાં ઇન્શ્યોરન્સ કંપનીની ઝીણવટભરી તપાસના મહત્વને દર્શાવે છે.

આ તપાસમાં જણાયું હતું કે સંબંધિત ડોક્ટર્સે ઉપજાવી કાઢેલા હોસ્પિટલાઇઝેશન રેકોર્ડ્સ અને તબીબી સારવારની ખોટી રજૂઆત સહિત આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને શંકાસ્પદ દાવાઓ સબમિટ કર્યા હતા. ખાસ કરીને ડોક્ટરોએ હોસ્પિટલમાં કદી એડમિટ થયા જ ન હોય તેવા એડમિશનના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા, જે સારવાર કદી અપાઈ જ નથી તે બતાવવા માટે બનાવટી મેડિકલ રેકોર્ડ્સ બનાવ્યા હતા અને અન્ય તબીબી વ્યવસાયના પુરાવાનો દુરુપયોગ કર્યો હતો. આ કામગીરી કદી થઈ જ ન હોય અથવા વધુ પડતી મેડિકલ પ્રોસીજર્સ માટે ઇન્શ્યોરન્સનો લાભ લેવા માટે ખોટી રીતે કરવામાં આવી હોવાનું જણાયું હતું. આવી છેતરપિંડીભરી કામગીરી ન કેવળ ઇન્શ્યોરન્સ કંપનીને નાણાંકીય જોખમ ઊભું કરે છે પરંતુ હેલ્થકેર સિસ્ટમની અખંડિતતા તથા તબીબી વ્યવસાયિકોમાં મૂકાયેલા વિશ્વાસને જોખમાવે છે.

આ શંકાસ્પદ દાવાને ઓળખવા અને જાણ કરવામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સક્રિય અભિગમ ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમની અખંડિતતા જાળવી રાખવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. છેતરપિંડીભરી કામગીરીઓ સામે કડક વલણ અપનાવીને કંપની જવાબદાર કોર્પોરેટ વર્તણૂંક અને તેના પોલિસીધારકો તેમજ જાહેર જનતાના હિતોનું રક્ષણ કરવા માટે તેની પ્રતિબદ્ધતા અંગે તેની સ્થિતિ પુનઃમજબૂત બનાવે છે. આ ઘટના છેતરપિંડીભરી કામગીરી સામે હેલ્થકેર સિસ્ટમને સુરક્ષિત રાખવામાં ઇન્શ્યોરન્સ કંપની જે મહત્વની ભૂમિકા ભજવે છે તે સુનિશ્ચિત કરે છે.

Total Visiters :136 Total: 1501053

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *