જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે હાઇટ હંટ કાર્યક્રમનું આયોજન

Spread the love

અંડર-૧૫ વયજૂથના ખેલાડી ભાઈઓ-બહેનો તારીખ ૯ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન પસંદગી પ્રક્રિયા(હાઈટ હન્ટ)માં ભાગ લઈ શકશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઇટના આધારે તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા અંડર-૧૫ વયજૂથના ખેલાડી ભાઇઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયા(હાઈટ હન્ટ)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પસંદગી પ્રક્રિયા(હાઈટ હન્ટ)માં ઊંચાઈના માપદંડોમાં
૧૨ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૬૬+ સેમી અને બહેનો માટે ૧૬૧+ સેમી, ૧૩ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૭૧+ સેમી અને બહેનો માટે ૧૬૪+ સેમી, ૧૪ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૭૭+ સેમી અને બહેનો માટે ૧૬૯+ સેમી, ૧૫ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૮૨+ સેમી અને બહેનો માટે ૧૭૧+ સેમીની ઊંચાઈ નક્કી કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા(હાઈટ હન્ટ)માં ભાગ લેવા માટે ખેલાડીઓએ નિકોલ સ્પોર્ટસ હોસ્ટેલ, ચાણકય સ્કૂલની પાસે, શુકન ચાર રસ્તાની બાજુમાં, નિકોલ, અમદાવાદ ખાતે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) હાજર રહેવાનું રહેશે. પસંદગી પ્રક્રિયા(હાઈટ હન્ટ)માં ભાગ લેવા માટે ખેલાડીઓ તા.૦૯/૦૯/૨૦૨૪ થી તા.૧૧/૦૯/૨૦૨૪ વચ્ચે કોઇપણ દિવસે સવારે ૦૯:૦૦ વાગ્યા થી ૧૨:૦૦ વાગ્યા સુધીના રોજ ઉપસ્થિત રહી શકશે, એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે

યોજના વિશેની વધુ માહિતી મેળવવા માટે ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતે કન્વીનર ભાવિન ચૌધરી, મો.નં: ૯૬૬૨૧ ૪૭૨૪૮ અને
મીત પ્રજાપતી, મો.નં.: ૯૬૩૮૧ ૨૯૮૯૭ નો સંપર્ક કરી શકશે.

Total Visiters :748 Total: 1500255

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *