પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 નાં કાર્યક્રમની જાહેરાત

Spread the love

પ્રો-કબડ્ડી લીગના બીજા દાયકાનો પ્રારંભ તેલુગુ ટાઈટન્સ અને બેંગ્લુરુ બુલ્સ વચ્ચેની મેચથી થશે

મુંબઈ

પ્રો-કબડ્ડી લીગ સિઝન 11નો પ્રારંભ 18 ઓક્ટોબરે હૈદરાબાદમાં તેલુગુ ટાઈટન્સ અને બેંગ્લુરુ બુલ્સ વચ્ચેના મુકાબલાથી થશે. પ્રો-કબડ્ડી લીગના આયોજકો મશાલ સ્પોર્ટ્સ દ્વારા સિઝન 11ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી. પ્રથમ મેચમાં હોમ ટીમ તેલુગુ ટાઈટન્સ પોતાના સ્ટાર રેઈડર પવન શેહરાવત સાથે બેંગ્લુરુ બુલ્સ સામે ટકરાશે જેની માટે પ્રદીપ નરવાલ કમબેક કરી રહ્યો છે.

બીજી મેચમાં યુ મુમ્બાની ટીમ ઉતરશે, જેણે સુનીલ કુમારને 1.015 કરોડમાં ખરીદીને તેને પ્રો-કબડ્ડી લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ડિફેન્ડર બનાવ્યો હતો.યુ મુમ્બા દંબગ દિલ્હી કેસી સામે રમશે, જેની પાસે અટેકિંગ પાવરહાઉસ નવીન કુમાર છે.

પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન 3 શહેરના કારવાં ફોર્મેટમાં યોજાશે. સિઝનનો પ્રારંભ હૈદરાબાદના ગચ્ચીબાઉલી ઈન્ડોર સ્ટેડિયમમાં 18મી ઓક્ટોબરથી થશે અને 9 નવેમ્બર સુધી ચાલશે. બીજો રાઉન્ડ 10 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી નોઈડા ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. તે પછી ત્રીજો રાઉન્ડ પુણેના બલેવાડી બેડમિન્ટન સ્ટેડિયમમાં 3 થી 24 ડિસેમ્બર દરમિયાન યોજાશે.

મશાલ સ્પોર્ટ્સના હેડ ઓફ સ્પોર્ટ્સ લીગ તથા પ્રો-કબડ્ડી લીગના લીગ કમિશનર એવા અનુપમ ગોસ્વામીએ કહ્યું કે,”દરેક PKL સિઝનનો મેચ શેડ્યૂલ એ તેમની સંબંધિત ટીમો તથા લીગ માટે એકંદરે લાખો કબડ્ડી ચાહકો માટે સ્પર્ધાત્મક સુસંગતતા અને જોડાણ બનાવવા તથા ચલાવવા માટે એક જબરદસ્ત વિચારપૂર્વકનો અને ઉદ્યમી પ્રયાસ છે.લીગનો મેચ શેડ્યૂલ અમારા ચાહકોના જુસ્સા અને અપેક્ષાઓ પર ખરું ઉતરશે અને અમારી બાર ટીમોને તેમની યોજનાઓ તથા પ્લેઈંગ ટીમ ફાઈનલ કરવા માર્ગદર્શન આપશે.”

પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝનની હરાજી 15-16 ઓગસ્ટ 2024નાં રોજ યોજાઈ હતી. જેણે લીગની હરાજીમાં નવા રેકોર્ડ્સ તોડ્યા હતા. જેમાં 8 ખેલાડીઓએ 1 કરોડથી વધુની રકમ મેળવી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *