આ પ્રથમ વખત બન્યું છે કે તમામ ચારેય ખેલાડી તેમની પ્રથમ ફાઈનલ રમતા હતા જેમાં માત્ર ઓમ પટેલે આઈટીએફ જે 30નું ટાઈટલ વત્સલ મનીકાનાથનને હરાવીને જીત્યું હતું. ચાર કલાક ચાલેલી મેચમાં ઓમનો 3-6, 6-7, 7-6થી વિજય થયો હતો. એક સમયે વત્સલ ત્રીજા સેટમાં 4-2થી આગળ હતો પરંતુ ઓમે રદાર વળતી લડત સાથે સેટ 4-4થી બરોબર કરી લીધો હતો. ત્રીજા સેટના ટાઈ બ્રેકમાં વત્સલે સતત ડબલ ફોલ્ટ કરતા 5-5 પર ઓમને મેચ પોઈન્ટ આપ્યો જેના પર ઓમે વિજય હાંસલ કર્યો હતો. છોકરીઓના વિભાગમાં ટોચની ક્રમાંકિત મહારાષ્ટ્રની ઐશ્વર્યા જાદવે ક્વોલિફાયર હરિયાણાની પ્રાચી મલિકને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો. બીજા સેટમાં પ્રાચી 3-1થી આગળ હતી પરંતુ ઐશ્વર્યાએ સતત પાંચ ગેમ જેતીને મેચ જીતી લીધી હતી.