હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની ‘યોગ જાગૃતિ’ ઉપલક્ષમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજનકરવામાં આવ્યું હતું. ‘યોગ’ દ્વારા વિદ્યાર્થીઓ મનોબળ, એકાગ્રતાશક્તિ, યાદશક્તિમાં વધારો કરી શકે તેમજ તણાવ, થાકને દૂર કરી તંદુરસ્તી ભર્યું જીવન બનાવી શકે. તે માટે વિવિધ જ્ઞાન મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ વિશે ‘લકુલેશ યોગ યુનિવર્સિટી’ના પ્રોફેસર શ્રદ્ધા મેમ, નીરજા મેમ અને પલક મેમ દ્વારા વિદ્યાર્થીઓને યોગ દ્વારા ‘શાંતિથી ક્રાંતિ’ તરફ જઈ શકાય તેવી સમજણ, ૐઉચ્ચારણદ્વારા આંતરિક શક્તિને જાગૃત કરવા વિવિધ મુદ્દાઓ દર્શાવી વિદ્યાર્થીમાં શક્તિનો સંચાર કરાવ્યો હતો.
યોગએ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ છે તેમાં મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા મનુષ્ય અને પ્રકૃતિ મધ્યેની સંવાદિતા તથા આરોગ્ય અને સુખાકારી તરફની સુંદર પહેલ વિશે જાણકારી આપી હતી. આ સેમિનાર માટે વિદ્યાર્થીઓએ આચાર્યા નીતા શર્મા, શિક્ષક ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.