ઘરે ઘરે રમાતી વીડિયો ગેમ્સને ઈસ્પોટર્સના રૂપે ઓલિમ્પિક સુધી પહોંડવાનું લક્ષ્યઃ દેવ પટેલ

Spread the love

અમદાવાદ

મોબાઈલ-ડેસ્ક ટોપ કે લેપટોપ પર નાના મોટા સૌ વીડિયો ગેમ્સ રમતા હોય છે વળી ખાસ વીડિયો ગેમ્સ પર લોકો ઘરે ઘરે રમતા જોવા મળતા હતા જોકે આ માત્ર શોખ પુરૂતું રમતા હતા કે સમય પસાર કરવા રમતા હતા પરંતુ હવે આ વીડિયો ગેમ્સ તેના આધુનિક સ્વરૂપ સાથે એ હદે સ્પર્ધાત્મક બનવા જઈ રહી છે કે ભવિષ્યમાં ઈસ્પોટર્સની  ઓલિમ્પિક પણ રમાડવાના પ્રયાસ તેજ બન્યા છે, આ માહિતી ગુજરાતી ઈસ્પોટર્સના પ્રમુખ દેવ પટેલે આપી હતી.

અમદાવાદમાં પહેલી ડિસેમ્બરે કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત ઈસ્પોટર્સ ઓપન ચેમ્પિયનશીપની ફાઈનલ્સ દરમિયાન દેવ પટેલે જણાવ્યું હતું કે આ રમતને વૈશ્વિક સ્તરે સ્વિકૃતી મળી રહી છે. બિહારમાં યોજાયેલા ખેલો ઈન્ડિયામાં યજમાન રાજ્યએ આ રમતને જેતે રમતોત્સવમાં એક સ્પર્ધા તરીકે સામેલ કરી હતી. ગુજરાત પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરાયું અને તેને ખાસ કોઈ પ્રચાર વીના ભારે આવકાર મળ્યો છે જે આયોજકો માટે અત્યંત પ્રોત્સાહક બાબત છે.

રમતના આયોજનનો ખર્ચ દરેક રમતોની જેમ સ્પોન્સર્સ મેળવીને જ કરાશે અને આ રમત સામાન્ય એન્ડ્રોઈડ મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્શન સાથે સરળતાથી રમી શકાતી હોઈ તેનો વ્યાપ ખૂબજ ઝડપથી વધે એવો વિશ્વાસ વ્યક્ત કરતા દેવ પટેલે કહ્યું કે પ્રવર્તમાન સ્પર્ધામાં ભલે હમણાં છ સ્પર્ધાના ત્રણ-ત્રણ વિજેતાઓ એટલે કે 18 વિજેતાઓ વચ્ચે ત્રણ લાખના પુરસ્કાર વહેંચાશે પરંતુ આગામી સમયમાં આ રકમ ખેલાડીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

સ્ક્રિનની સામે રમાતી આ રમતતી આંખ અને મગજને અસર થતી હોવાના દાવાને ફગાવી દેતા દેવ પટેલે કહ્યું કે નાના બાળકથી માંડીને વયસ્કો પણ પોતાના મોબાઈલ પર પણ આ પ્રકારની કોઈને કોઈ રમતો રમતા હોય છે ત્યારે ઈસ્પોટર્સથી નુકશાનની કોઈ શક્યતા નથી. હા, એક વાત ચોક્કસ છે કે મોટી સંખ્યામાં ઘરે ઘરે રમાતી આ રમતનો વ્યાપ વધારવા તમામ શક્ય પ્રયાસ કરાશે.

ઈસ્પોટર્સથી મેદાન પર રમાતી રમતોને વીપરિત અસર થશે કે કેમ એ અંગે દેવ પટેલે કહ્યું હતું કે આ રમતોથી મેદાન પર રમાતી રમતોને કોઈ જ પ્રકારની ખરાબ અસર થવાની શક્યતા નથી. જે ખેલાડીઓ મેદાન પર રમવાના છે તે તો રમશે જ પરંતુ માત્ર શોખ માટે કે સમય પસાર કરવા માટે ઈસ્પોટર્સ રમનારાને હવે સ્પર્ધાત્મક વાતાવરણ મળશે જેનો લાભ થશે.

ઈસ્પોટર્સ શું છે?

વીડિયો ગેમ્સના રૂપે રમાતી વિવિધ ગેમ્સને સ્પર્ધાત્મક રૂપ આપીને ઈસ્પોટર્સ તરીકે રજુ કરાઈ છે. એમાં ક્રિકેટ, ફૂટબોલ, ચેસ અને શૂટિંગ સહિતની રમતો હોય છે જોકે, હાલમાં ગુજરાત ઈસ્પોટર્સ ઓપનમાં  ચેસ, ઈએ એફસી કોન્સોલ, આરસી24, ઈ-ફૂટબોલ મોબાઈલ, સ્ટ્રીટ ફાઈટર 6 અને બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા ગેમ્સનો સમાવેશ કરાયો છે. આ દરેક રમતના ઓનલાઈન ગેમિંગ્સના આંતરરાષ્ટ્રીય નિયમો લાગુ પડે છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *