સ્વાસ્થ્ય સબંધી કટોકટી અંગે દરેક ઘરમાં એક જાણકાર જરૂરીઃ ડૉ. સુધીર શાહ

Spread the love

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે અમદાવાદમાં તમામ ઇમર્જન્સી કૉલ માટે ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી

મેડિકલ ઇમરજન્સી માટે 99132 99132 પર કોલ કરી શકાશે, અમદાવાદ શહેરમાં તમામ માટે આ સેવા નિઃશુલ્ક

અમદાવાદ

દરેક ઘરમાં સ્વાસ્થ્યની કટોકટી અંગે એક જાણકાર હોય એ જરૂરી છે, એમ જાણીતા ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. સુધીર શાહે માર્ગ અકસ્માતમાં મોતના છણાવટ સાથેના આંકડા રજૂ કરવા સાથે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલચેઇન સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદના નાગરિકો માટે ખાસ ઇમરજન્સી રિસ્પોન્સ (ER)એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાના પ્રસંગે તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.

ઈમરજન્સીમાં તત્કાળ સારવાર મળે તો દર્દીની બચવાની શક્યતા વધુઃ સુધીર શાહ

ડૉ. સુધીર શાહે હોસ્પિટલની આ પ્રવૃત્તીને બિરદાવવા સાથે કહ્યું હતું કે કોઈ પણ કટોકટીના સમયમાં દર્દીને સમયસર સારવાર મળે તો તેના બચવાની શક્યતા ખૂબજ વધી જાય છે. આના માટે દર્દીને યોગ્ય સમયે હોસ્પિટલમાં પોહંચાડવામાં આવે એ ઉપરાંત આ સમયમાં તેને જીવ બચી શકે એવી પ્રાથમિક સારવાર મળી રહે એ પણ એટલું જ જરૂરી છે.

ઈમરજન્સી માટે 99132 99132 નંબર

આધુનિક ટેકનોલોજી અને કમાન્ડ સેન્ટરથી સજ્જ આ એમ્બ્યુલન્સ સેવા દર્દીઓને ઝડપી અને વધારે અસરકારક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાવશે. નાગરિકો 99132 99132 પર કોલ કરીને અમદાવાદમાં કોઈપણ હોસ્પિટલ સુધી પહોંચવા માટે એમ્બ્યુલન્સની સેવા મેળવી શકે છે. અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક રહેશે.

ઇન-હાઉસ લાઇવ મોનિટરિંગ

આ સેવાને એમ્બ્યુલન્સના સતત તથા ઇન-હાઉસ લાઇવ મોનિટરિંગથી શ્રેષ્ઠ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ઉચ્ચ કુશળતા ધરાવતી અને પ્રોફેશનલ મેડિકલ ટીમ જે-તે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલા દર્દીના સ્વાસ્થ્યને લગતી મહત્વની માહિતી વાસ્તવિક સમયમાં પૂરી પાડવા સહિત તમામ મહત્વની કામગીરી હાથ ધરશે, જેના લીધે દર્દીને અવિરત અને ઝડપી રાહત મળી શકશે.

નાગરિકોને કટોકટીના સમયે તત્કાળ સારવાર સંદર્ભે માહિતી અપાશે

હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કટોકટીના સમયે દર્દીને તત્કાળ સમયે યોગ્ય પ્રાથમિક સારવાર આપી શકાય એ માટે હોસ્પિટલ શહેરના નાગરિકોને માહિતી આપશે. આનાથી જે-તે સોસાયટીમાં લોકોને કટોકટીના સમયે તબીબ સેવા ઉપલબ્ધ થાય એ પહેલાં શું કરવું તે અંગે જાણકારી અપાશે.

એમ્બ્યુલન્સને રસ્તો કરીપ્રાથમિકતા આપવા નાગરિકોને માર્ગદર્શન અપાશેઃ ડીસીપી ટ્રાફિક

ડીસીપી ટ્રાફિક (પશ્ચિમ) ભાવના પટેલે ઈમરજન્સીમાં રસ્તા પર એમ્બ્યુલન્સને અડચણ ન થતા રસ્તો આપવા સંદર્ભે શહેરના નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવશે.

આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનકુમાર પટેલે નાગરિકોની સલામતી અને સુવિધાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ સેવાના પ્રારંભ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, “અમારા અનુભવી પેરામેડિક્સ નિષ્ણાંતો, ટેક-સપોર્ટ ટીમ અને ઝડપી રિસ્પોન્સ મિકેનિઝમ સાથે,અમે વિશ્વાસથી કહી શકીએ કે આ સેવા શહેરની ઈમરજન્સી અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે.”

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ,અમદાવાદના ઝોનલ ડિરેક્ટર રમણ ભાસ્કરે કહ્યું હતું કે,“ ઇમર્જન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી એ નાગરિકોને ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઝડપથી મદદ પૂરી પાડવાના અમારા મિશનનો પુરાવો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *