ટેસ્ટ ટીમમાંથી પૂજારા આઉટ, રોહિત ટેસ્ટ, વન-ડે ટીમનું નેતૃત્વ કરશે

Spread the love

અજિંક્ય રહાણેને ટેસ્ટ અને વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી


મુંબઈ
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા આગામી 12મી જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અજિંક્ય રહાણેને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે આ સિરીઝમાંથી અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને બહાર કરી દેવામાં આવ્યો છે.
બીસીસીઆઈ દ્વારા આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્ટ અને વનડે સિરીઝમાં રોહિત શર્મા જ ટીમનું સુકાન સંભાળશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને ટેસ્ટ સિરીઝ માટે વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. જ્યારે વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી મળી છે.
આ ઉપરાંત યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. યશસ્વી જયસ્વાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો. આ સાથે જ ઝડપી બોલર મુકેશ કુમાર અને નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમીને વનડે અને ટેસ્ટ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ ઉમરાન મલિક અને સંજુ સેમસન પણ વનડે ટીમમાં પરત ફર્યા છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ, ઝડપી બોલર જયદેવ ઉનડકટ અને મુકેશ કુમારની પણ વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
મેચ તારીખ સ્થળ
પ્રથમ ટેસ્ટ 12થી 16 જુલાઈ ડોમિનિકા
બીજી ટેસ્ટ 20થી 24 જુલાઈ પોર્ટ ઓફ સ્પેન
પ્રથમ વનડે 27 જુલાઈ બ્રિજટાઉન
બીજી વનડે 29 જુલાઈ બ્રિજટાઉન
ત્રીજી વનડે 1 ઓગસ્ટ પોર્ટ ઓફ સ્પેન
પ્રથમ T20 3 ઓગસ્ટ પોર્ટ ઓફ સ્પેન
બીજી T20 6 ઓગસ્ટ ગયાના
ત્રીજી T20 8 ઓગસ્ટ ગયાના
ચોથી T20 12 ઓગસ્ટ ફ્લોરિડા
પાંચમી T20 13 ઓગસ્ટ ફ્લોરિડા
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપ સુકાની), કેએસ ભરત (વીકી), ઈશાન કિશન (વીકી), આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
વનડે ટીમઃ રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વીકી), ઈશાન કિશન (વીકી), હાર્દિક પંડ્યા (ઉપ સુકાની), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *