
જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે નિર્માણ થયેલ ડે-કેર હોસ્પિટલના દાતાઓ અને શુભેચ્છકોનો સન્માન સમારંભ યોજાયો હતો. BAPS સંસ્થાના પરમ આદરણીય પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ સ્વામી તથા અક્ષત વત્સલ સ્વામી અને યોગીસ્મરણ સ્વામીના આર્શીવચન દ્વારા આ લગભગ 50 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલમાં ઉદાર હાથે દાન આપનાર તથા તેના નિર્માણ કાર્યમાં સહયોગ આપનાર મહાનુભાવોનો સન્માન સમારંભ તા.29-09-24, શનિવારના રોજ અડાલજ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે લગભગ 300 જેટલા મહાનુભાવો તેમજ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન તથા ટ્રસ્ટીઓ, ગવર્નિંગ બોર્ડના મેમ્બર્સ અને વિવિધ રોગોના નિષ્ણાંત ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતાં.