ભારતમાં દર 4માંથી એક જ વ્યક્તિ હૃદયની બીમારીના લક્ષણોને યોગ્ય રીતે ઓળખી શકે છે
· 78 ટકા ભારતીયો હૃદયની બીમારીઓ સાથે જોડાયેલી આરોગ્યની સમસ્યાઓથી વાકેફ છે
· 70 ટકા ભારતીયો માનસિક અને શારીરિક સુખાકારી વિશે માહિતી શેર કરવા અથવા મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે
· 80 ટકા ભારતીયો નિયમિતપણે તણાવના ઓછામાં ઓછા એક લક્ષણનો અનુભવ કરે છે
મુંબઈ
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે તેના ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સ 2024ની સાતમી એડિશન લોન્ચ કરી છે જે દેશના આરોગ્ય તથા સુખાકારીની વ્યાપક રૂપરેખા રજૂ કરે છે. તાજેતરના આ અભ્યાસમાં ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં 89 ટકા લોકોને હૃદય રોગના લક્ષણોની જાગૃતતા હોવાનો દાવો કર્યો હતો જ્યારે માત્ર 25 ટકા ભારતીયો જ હૃદયની સ્થિતિના સાચા લક્ષણોને સચોટ રીતે ઓળખી શકે છે. આ વ્યાપક અહેવાલ ડિજિટલ હેલ્થ ટેક્નોલોજીના વધતા પ્રભાવ તથા વિવિધ વસ્તીવિષયક સમૂહોમાં સુખાકારીના ઊભરતા ડાયનેમિક્સને દર્શાવે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો વેલનેસ ઇન્ડેક્સ સુખાકારીના છ પાયા ધરાવતા સર્વાંગી ફ્રેમવર્ક પર આધારિત છેઃ શારીરિક, માનસિક, પરિવાર, નાણાંકીય, કામનું સ્થળ અને સામાજિક. આ વ્યાપક સર્વે વિવિધ જૂથના સહભાગીઓને આવરી લે છે જેમાં એનસીસીએસ એ અને બી કેટેગરીઝના 18થી 50 વર્ષના 69 ટકા પુરૂષો તથા 31 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. આ અભ્યાસ ભારતના 19 શહેરોમાં હાથ ધરાયો હતો જેમાં શહેરી ભારતના સુખાકારીના ક્ષેત્રનું વ્યાપક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આ રિપોર્ટમાં હૃદયના આરોગ્ય તથા સુખાકારીના છ પાયા વચ્ચેની મહત્વની લિંક પર ભાર મૂકવામાં આવ્યો હતો. એકંદરે સુખાકારીના 58 ટકા જેટલું સૌથી મહત્વનું પરિબળ એવી શારીરિક સુખાકારી યોગ્ય કસરતો અને આહાર થકી હૃદયના આરોગ્યમાં મહત્વનો ભાગ ભજવે છે. એકંદરે સુખાકારીમાં 18 ટકા પ્રદાન કરતી માનસિક સુખાકારી સ્ટ્રેસ મેનેજમેન્ટ થકી હૃદયના આરોગ્ય પર અસર કરે છે. બાકીના પાયા જેમ કે નાણાંકીય, સામાજિક, પરિવર અને કામના સ્થળની સુખાકારી જીવનશૈલીની પસંદગીઓ પર પ્રભાવ પાડીને હૃદયના આરોગ્યમાં પ્રદાન કરે છે અને લાગણીકીય ટેકો પૂરો પાડે છે તથા તણાવના પરિબળોને ઘટાડે છે.
આ રિપોર્ટ અંગે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆરના હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે અમારો 2024 વેલનેસ ઇન્ડેક્સ ભારતના આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિને આવરી લે છે. શારીરિક આરોગ્ય, પારિવારિક બાબતો અને નાણાંકીય સ્થિરતામાં મિલેનિયલ્સને નડતા પડકારોથી તેમના એકંદરે સુખાકારી ઇન્ડેક્સમાં 3 પોઇન્ટ્સનો ઘટાડો થયો છે. લોકોમાં, ખાસ કરીને આપણા યુવાનોમાં, વધી રહેલા તણાવના સાથે હૃદયના સ્વાસ્થ્યની જાગૃતિ અંગે ચિંતાજનક અંતર વધુ અસરકારક આરોગ્ય શિક્ષણની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. હેલ્થ ટેકને અપનાવવાથી આશાસ્પદ ઉકેલો મળે છે, જ્યારે કોર્પોરેટ સુખાકારી પડકારો માટે લક્ષ્યાંકિત પહેલની જરૂર પડે છે. આપણે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે વ્યાપક હૃદય આરોગ્ય શિક્ષણ સાથેની આ આંતરદ્રષ્ટિથી આરોગ્ય અને માનસિક સુખાકારી માટે નવીનતમ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની જરૂરિયાત બહાર આવી છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે જાગૃતતાનું અંતર દૂર કરે, હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે અને તમામ પેઢીઓમાં એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપે તેવા કાર્યક્રમો બનાવવા માટે આ તારણોનો લાભ લેવા પ્રતિબદ્ધ છીએ.”
અભ્યાસના મુખ્ય તારણોઃ
હૃદયના આરોગ્યની જાગૃતતા તથા જોખમના પરિબળોઃ
84 ટકા ભારતીયો હૃદયની વિવિધ સ્થિતિઓથી વાકેફ છે, ત્યારે ચોક્કસ લક્ષણોને ઓળખવામાં નોંધપાત્ર અંતર જોવા મળ્યું છે. માત્ર 40 ટકા લોકો છાતીમાં દુઃખાવો અથવા અસ્વસ્થતાને હૃદયની સમસ્યાઓ સાથે સાંકળે છે અને માત્ર 36 ટકા લોકો શ્વાસની તકલીફને સંભવિત લક્ષણ તરીકે ઓળખે છે. વધુમાં, 33 ટકા લોકોનું ખોટી રીતે માનવું છે કે અનિયમિત ઊંઘની આદતો હૃદય રોગ માટેનું જોખમી પરિબળ છે, જે હૃદયરોગને લગતા સાચા જોખમી પરિબળો અને લક્ષણો અંગે યોગ્ય શિક્ષણની નિર્ણાયક જરૂરિયાત દર્શાવે છે.
કોર્પોરેટ ભારતના સુખાકારી અંગેના પડકારો
કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓમાં માનસિક સુખાકારીનું સ્તર 60 છે જે એકંદરે વસ્તીના 69ના આંક કરતાં ખૂબ ઓછું છે. કોર્પોરેટ કર્મચારીઓમાં નાણાંકીય સુખાકારી 54 છે જેની સામે સામાન્ય વસ્તીમાં આ આંકડો 63 છે જે કામના સ્થળે સુખાકારીની પહેલની નિર્ણાયક જરૂરિયાત દર્શાવે છે.
હેલ્થ ટેક અપનાવવાથી સુખાકારીનો આંક વધે છે
અભ્યાસમાં હેલ્થ ટેક્નોલોજીના ઉપયોગ અને એકંદરે સુખાકારી વચ્ચે નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો છે. ફિટનેસ ટ્રેકિંગ ડિવાઇસીસનો ઉપયોગ કરતતા લોકોનો વેલનેસ સ્કોર 72 હતો જ્યારે આવી ડિવાઇસ ન વાપરતા લોકોમાં સ્કોર 54 જોવા મળ્યો હતો. આ 18 પોઇન્ટનું અંતર વ્યક્તિગત સુખાકારી માટે હેલ્થ ટેકને અપનાવવાની હકારાત્મક અસર દર્શાવે છે.
સોશિયલ મીડિયાઃ સુખાકારી માટેની આધુનિક માર્ગદર્શિકા
70 ટકા ભારતીયો સુખાકારી અંગે જાણકારી મેળવવા કે ચર્ચા કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જેમાં ઇન્સ્ટાગ્રામ (87 ટકા) અને યુટ્યૂબ (81 ટકા) મહત્વની ભૂમિકા ભજવે છે.
માનસિક આરોગ્યની ચિંતાઓ વધી રહી છે
80 ટકા ભારતીયોએ નિયમિતપણે તણાવના કમસે કમ એક લક્ષણની અનુભૂતિ કરી છે જેમાં મહિલાઓમાં આનું પ્રમાણ ખૂબ ઊંચું છે. તણાવ અથવા હતાશાના લક્ષણોથી મુક્ત હોય તેવા લોકોએ નોંધપાત્ર રીતે ઊંચો માનસિક અને પારિવારિક સુખાકારીનો આંક દર્શાવ્યો છે.
સામાન્ય સુખાકારીમાં અંતર
જનરેશન એક્સે એકંદરે સુખાકારીમાં સુધારો નોંધાવ્યો છે જે 68થી વધીને 70 સુધી પહોંચ્યો છે ત્યારે મિલેનિયલ્સ શારીરિક, પરિવાર અને નાણાંકીય સુખાકારીમાં ઘટાડા સાથે પડકારો અનુભવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ધુમ્રપાનની આદતો જનરેશન ઝેડ અને જનરેશન એક્સમાં સરખામણી કરાય તેવી છે જેમાં 26 ટકા જેટલા જનરેશન એક્સ અને જનરેશન ઝેડ નિયમિત ધૂમ્રપાન કરતા હોવાનું જણાયું છે.