
અમદાવાદ
4થી 6 ડિસેમ્બર,2024 દરમિયાન GIIS સ્માર્ટ કેમ્પસ સિંગાપોર ખાતે યોજાયેલી રીઅલ વર્લ્ડ ચેલેન્જીસ કન્વેન્શન (RWCC), 2024મા અલગ અલગ સ્પોટર્સ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ભારત સહિત સિંગાપોર, મલેશિયા, ચીન, કોરિયા, જાપાન સહિતની અલગ અલગ સ્કૂલના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
અંડર-14 બોયઝ કેટેગરીમાં GIIS અમદાવાદનું પ્રતિનિધિત્વ કરતાં, વિહાને અસાધારણ પ્રતિભા, અતૂટ નિશ્ચય અને અનુકરણીય ખેલદિલીનું પ્રદર્શન કરતા રોમાંચક મેચોની શ્રેણી પછી ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.
મેચના પરિણામ:
1. GIIS અમદાવાદ vs OWISP: 2-1
2. GIIS અમદાવાદ vs OWISN: 2-1
3. GIIS અમદાવાદ vs GIISPG: 2-1
4. GIIS અમદાવાદ vs CISM: 2-1
5. GIIS અમદાવાદ vs GIISEC: 2-0
ફાઇનલમાં,અદભૂત દેખાવ સાથે વિહાન GIIS અમદાવાદને ઐતિહાસિક જીત તરફ દોરી ગયો હતો.