ગ્વાલિયર
BCCIની વિજય મર્ચન્ટ ટ્રોફી મેન્સ અંડર-16 મેચમાં ગુજરાતે ઓડિશા સામેની મેચમાં ઈનિંગ્સ અને 86 રને વિજય મેળવ્યો હતો. મેચ ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ગુજરાતે ટોસ જીતીને બેટિંગ કરતા નવ વિકેટના ભોગે 423 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓડિશાએ પ્રથમ ઈનિંગ્સમાં 225 અને બીજી ઈનિંગ્સમાં 112 રન બનાવ્યા હતા. ગુજરાતે ઈનિંગ્સ અને 86 રનથી મેચ જીતી લીધી હતી.


ટૂંકો સ્કોર
ગુજરાત – પ્રથમ ઈનિંગ્સ – 102 ઓવરમાં 9 વિકેટે 423 રન ( નિહાલ એસ પટેલ 155 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 147, સમીર ભંડારી 194 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 98 રન,મહેશ કે સાહૂ 21 ઓવરમાં 119 રન આપીને 3 વિકેટ).
ઓડિશા – 88.1 ઓવરમાં 225 રન ઓલઆઉટ (આશિમ બારડ 151 બોલમાં 5 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 50 રન, ધ્રુવ પટેલ 18.1 ઓવરમાં 46 રન આપીને 5 વિકેટ, શિવમ પટેલ 31 ઓવરમાં 62 રન આપીને 3 વિકેટ )


ઓડિશા – 62.4 ઓવરમાં 112 રન ઓલઆઉટ (કૌસ્તિક મોહંતી 157 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 36 રન, નીલ પુરાણી 9 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ, ધ્રુવ પટેલ 22 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ, શિવમ પટેલે 24.4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ).
પરિણામ :-ગુજરાત એક ઇનિંગ્સ અને 86 રનથી જીત્યું