ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026માં ગુજરાતને  બ્રોન્ઝ મેડલ

અમદાવાદ રાયપુર (છત્તીસગઢ) ખાતે સમાપ્ત થયેલી ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમની સેમિફાઈનલમાં ઝારખંડ સામે હાર થતાં ગુજરાતની ફૂટબોલ ટીમે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. ગ્રુપ Bની મેચો ગુજરાતના ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર તારીખ 20.2.26 થી 24.2.26 દર્મીયાન રમાઈ હતી જેમાં ગુજરાતે પોતાની બંને મેચો  મહારાષ્ટ્ર અને મધ્ય પ્રેદેશની ટીમો સામે…

87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર – કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતે રોમાંચક અંતિમ મુકાબલામાં ખિતાબ જીત્યો

ગાંધીધામ આજે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025 ના અંડર-15 બોયઝ ટીમ ફાઇનલમાં ગુજરાતે જબરદસ્ત ટક્કરમાં મહારાષ્ટ્રને 3-2 થી હરાવી ખિતાબ પોતાના નામે કરી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ફાઇનલ મુકાબલો સતત ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો, જેમાં મહારાષ્ટ્રે નિલય પટ્ટેકરએ દેવ ભટ્ટને…

નેશનલ ડેફ એથલેટિક્સ અને સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતે 21 ગોલ્ડ સાથે 53 મેડલ્સ મેળવ્યા

અમદાવાદ ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફની યજમાનીમાં યોજાયેલી 10મી નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર તથા 27મી નેશનલ ડેફ સિનિયર એથલેટિક્સ અને સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતના 21 રાજ્યોમાંથી 750 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 2026 સિલ્વર જ્યુબીલી વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં ગુજરાતનાં રમતવીરોએ વિવિધ મીટરની રનિંગ, હાઇજમ્પ, લોન્ગ જમ્પ, શોટપુટ અને ડિસ્ક્સથ્રો…

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં ઓડીસા ગુજરાતને  2-1 થી હરાવીને ચેમ્પિયન, ગુજરાતને સિલ્વર મેડલ

દીવ બીચ સોકરની  ફાઇનલ મેચમાં ગુજરાતનો મુકાબલો ઓડીસા સામે હતો. બંને ટીમો એ આક્રમક શરૂઆત કરી હતી. ઓડીસાની મનીષા નાયકે 13મી મિનિટે ગોલ કરી ટીમને 1-0 થી લીડ આપવી હતી, વળતો પ્રહાર કરી ગુજરાતની સ્ટ્રાઈકર ભૂમિષા દ્રવિડે 14મી મિનિટે ગોલ કરી સ્કોર 1-1 ની બરાબરી કરી હતી. બંને ટીમો એ ચેમ્પિયન થવા તનતોડ મહેનત કરી…

51મી જુનિયર એક્વેટિક ચેમ્પિયનશીપ -2025ના બીજા દિવસે ગુજરાતને બે બ્રોન્ઝ મેડલ મળ્યા

અમદાવાદ અમદાવાદના નારણપુરા ખાતેના નવનિર્મિત વીર સાવરકર કોમ્પલેક્સના એક્વેટીક સેન્ટરમાં (કોમ્પલેક્સનું સત્તાવાર ઉદ્ઘાટન થવાનું હજુ બાકી છે) ચાલી રહેલી 51મી જુનિયર એક્વેટિક ચેમ્પિયનશીપ -2025ના બીજા દિવસે ગુજરાતને બે મેડલ મળ્યા હતા જ્યારે આજે 200મી ફ્રી સ્ટાઈલમાં કર્ણાટકના સ્વિમરે મીટનો રેકોર્ડ કર્યો હતો. ગુજરાતની ધ્યાની પટેલ અને હીર સુનીલ પિત્રોડાએ પોતપોતાની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા….

નેશનલ ગેમ્સ ટેનિસ વિમેન્સ ડબલ્સમાં ગુજરાતે ગોલ્ડ મેડલ જીત્યો, વધુ મેડલ નિશ્ચિત

અમદાવાદ દહેરાદૂન ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતના ટેનિસ અને સ્વિમિંગ ખેલાડીઓએ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. અગાઉ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કર્યા બાદ ગુજરાતે વિમેન્સ ડબલ્સમાં સોમવારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાતની વૈદેહી ચૌધરી અને ઝીલે દેસાઈએ મળીને ફાઇનલમાં મહારાષ્ટ્રની પૂજા ઇંગલે અને આકાંક્ષા નિત્તુરે સામે 6-3, 6-2થી વિજય હાંસલ કર્યો હતો. આ…

વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16માં ગુજરાતનો ઓડિશા સામે ઈનિંગ્સ અને 86 રને વિજય

ગ્વાલિયર BCCIની વિજય મર્ચન્ટ ટ્રોફી મેન્સ અંડર-16 મેચમાં ગુજરાતે ઓડિશા સામેની મેચમાં ઈનિંગ્સ અને 86 રને વિજય મેળવ્યો હતો. મેચ ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ગુજરાતે ટોસ જીતીને બેટિંગ  કરતા નવ વિકેટના ભોગે 423 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓડિશાએ પ્રથમ ઈનિંગ્સમાં 225 અને બીજી ઈનિંગ્સમાં 112 રન બનાવ્યા હતા. ગુજરાતે ઈનિંગ્સ…