દીવ
બીચ સોકરની ફાઇનલ મેચમાં ગુજરાતનો મુકાબલો ઓડીસા સામે હતો. બંને ટીમો એ આક્રમક શરૂઆત કરી હતી. ઓડીસાની મનીષા નાયકે 13મી મિનિટે ગોલ કરી ટીમને 1-0 થી લીડ આપવી હતી, વળતો પ્રહાર કરી ગુજરાતની સ્ટ્રાઈકર ભૂમિષા દ્રવિડે 14મી મિનિટે ગોલ કરી સ્કોર 1-1 ની બરાબરી કરી હતી. બંને ટીમો એ ચેમ્પિયન થવા તનતોડ મહેનત કરી હતી અને આખરે ઓડીસાની ખુન્દોગન્બામ અંબાલિકા દ્વારા 28 મી મિનિટે ગોલ કરાતા તેની ટીમે 2-1 થી લીડ મેળવી હતી. મેચના અંતે પણ સ્કોર 2-1 ઓડીસાની તરફે રહ્યો હતો.
ગુજરાત ની ટીમ આ પ્રમાણે હતી . રીયા જેઠવા અને પાયલ લોહ (ગોલ કીપર), ઓડેદરા શાંતિ, ભાવના ઠાકોર, અંજલિ વણકર, સબનમબાનુ રાઠોડ, ગુંડિયા ગુડ્ડી (ડિફેન્સ) સિંધી મિસ્બાબાનું, ભારતી ઠાકોર, અંજના ઠાકોર (મીડ ફિલ્ડર ) ભૂમિષા દ્રવિડ અને મમતા ઠાકોર (સ્ટ્રાઈકર) ટીમ સાથે કોચ ભાગ્યવંતી રાવત મેનેજર ઘઢા પૂમન અને ફિજીયો ડો. દેવાંશી વ્યાશ છે.
