અમદાવાદ

ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફની યજમાનીમાં યોજાયેલી 10મી નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર તથા 27મી નેશનલ ડેફ સિનિયર એથલેટિક્સ અને સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતના 21 રાજ્યોમાંથી 750 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 2026 સિલ્વર જ્યુબીલી વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં ગુજરાતનાં રમતવીરોએ વિવિધ મીટરની રનિંગ, હાઇજમ્પ, લોન્ગ જમ્પ, શોટપુટ અને ડિસ્ક્સથ્રો ની વિવિધ ઇવેન્ટમાં 21 ગોલ્ડ, 15 સિલ્વર, 17 બ્રોન્ઝ મેડલ્સ હાંસલ કર્યા હતા , વિજેતા ખેલાડીઓ મલેશિયાના કુઆલાલુમ્પપુર ખાતે યોજાનારી એશિયા પેસેફીક ડેફ મલ્ટી સ્પોર્ટ્સ ચેમ્પિનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
