અમદાવાદ
રાયપુર (છત્તીસગઢ) ખાતે સમાપ્ત થયેલી ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમની સેમિફાઈનલમાં ઝારખંડ સામે હાર થતાં ગુજરાતની ફૂટબોલ ટીમે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.
ગ્રુપ Bની મેચો ગુજરાતના ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર તારીખ 20.2.26 થી 24.2.26 દર્મીયાન રમાઈ હતી જેમાં ગુજરાતે પોતાની બંને મેચો મહારાષ્ટ્ર અને મધ્ય પ્રેદેશની ટીમો સામે જીત હાસિલ કરી ઓલ ઈન્ડિયા ખેલો ઈન્ડિયા માટે ક્વોલિફાય કરીને રાયપુર છત્તીસગઢ માં સારો દેખાવ કર્યો હતો.
રાયપુરમાં ગુજરાતની ટીમ પોતાની લીગ સ્ટેજની મેચોમાં 25.3.26ના રોજ તામિલનાડુને 20-0 થી, 27.3.26ના રોજ આધ્ર પ્રેદેશને 25-0થી પરાજય આપ્યો હતો અને છત્તીસગઢ સામે 2-1થી હાર થતાં સેમીફાઇનલમાં પહોંચ્યા બાદ ઝારખંડ સામે હાર થતાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ગુજરાતની ટીમમાં પ્રિયંકા ગુંડિયા, પ્રિયંકા ભીલ, રૂપાબેન રાઠવા, કામિની વરસાત, ગુડ્ડી ગુંડિયા, પુષ્પા રાઠવા, ભાગ્યશ્રી ભીલ, પાયલ ડામોર, રીયા વાલ્વઈ, મનીષા મકવાણા, રેખા મેદા, પ્રિયાશી વસાવા, જાન્વી મજીરાના, મંજુ ગુંડિયા, ગુંડિયા સયાલ અને શાલિની કલાસવા હતા.
કોચ માં મુસ્કાન સંધી, ફીજીયો મુક્તા દાફડા અને શેફ ડે મિશન તરીકે મયંક સેઈલર ટીમ સાથે હતા.
