અમદાવાદ
એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગમાં અગ્રણી નામના ધરાવનાર, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ, દ્રારા સામાજિક ઉત્થાન માટે તેમના સમર્પણના ભાગરૂપે હરે કૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદને મદદગાર થયા. એકતા અને સમર્થનનારૂપમાં, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ દ્રારા વંચિત દર્દીઓને પૌષ્ટિક ભોજન આપવાના સંસ્થાના ઉમદા પ્રયાસમાં મદદ કરવા ત્રણ વાહનોનું દાન કર્યું છે.
સલામત અને કાર્યક્ષમ વાહનવ્યવહાર માટે સજ્જ આ વાહનો,હરે કૃષ્ણ મુવમેન્ટના મિશન કે કોઈ જરૂરતમંદ ભૂખ્યો ન રહે ના કાર્યની ખાતરી કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવશે.
30મી એપ્રિલ, 2024 ના રોજ ભાડજ હરે કૃષ્ણ મુવમેન્ટના રસોઈઘર ખાતે વાહનોનો ફ્લેગ ઓફ સમારોહ યોજાયો હતો. અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ ના હોલ ટાઈમ ડિરેક્ટર સંદીપ અગ્રવાલ દ્વારા વાહનોનો ફ્લેગ ઑફ કરવામાં આવ્યું હતું. આલોક આર્ય, વાઈસ પ્રેસિડેન્ટ, લીગલ અને કોર્પોરેટ અફેર્સ, સંજય મણિયાર, જી એમ (કોર્પોરેટ) એન્ડ રયા રામ દાસ, હરે કૃષ્ણ મુવમેન્ટ ના વાઈસ પ્રેસિડેન્ટ પણ કાર્યક્રમ માં ઉપસ્થિત હતા.
હરે કૃષ્ણ મુવમેન્ટ ના પ્રેસિડેન્ટ જગનમોહન કૃષ્ણ દાસાએ તેમના અતૂટ સમર્થન બદલ ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો, “અમારી ભાગીદારી એ એક સામાન્ય ધ્યેય હાંસલ કરવા માટે સહયોગની શક્તિનો પુરાવો છે જે આપણા રાષ્ટ્રના ભાવિને ખવડાવવાનું છે. અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સતત સમર્થન માટે આભારી છીએ.”