ક્વાર્ટરલી રેવન્યુ ₹ 38,750 કરોડ, Y-o-Y 19.2% નો વધારો
ક્વાર્ટરલી EBITDA ₹ 16,585 કરોડ, Y-o-Y 18.8% નો વધારો
ડિસેમ્બર 23ના અંતે કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ ~482 મિલિયન, Y-o-Y 2.4% નો વધારો
વધુ એક ક્વાર્ટરમાં સુદૃઢ સુધારા સાથે ARPU ₹ 203.3, ટેરીફના વધારાની અસર હજુ આવવાની બાકી
3Q FY25માં મજબૂત ~2 મિલિયન નવા કનેક્શન સાથે હોમ કનેક્ટ્સ માટે વિક્રમી ક્વાર્ટર
જિયોએરફાઇબર ~4.5 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે ગ્લોબલ લિડરશીપ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે
170 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે જિયો વિશ્વનું અગ્રણી સ્ટેન્ડઅલોન 5G ઓપરેટર (ચીન સિવાય) છે
રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “જિયોએ દરેક ભારતીય માટે વિશ્વની શ્રેષ્ઠ કમ્યુનિકેશન ટેક્નોલોજિસ લાવીને ડિજિટલ ઇન્ક્લુઝનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પાછલા વર્ષમાં 5G અપનાવવાની ઝડપનો વ્યાપ વધતાં અને ટિયર વન નગરોની બહાર ફિક્સ્ડ બ્રોડબેન્ડના વિસ્તરણે ડિજિટલ ઈન્ડિયા મિશનને વધુ મજબૂત બનાવ્યું છે. જિયો કનેક્ટેડ, ઇન્ટેલિજન્ટ ભવિષ્ય તૈયાર કરવા માટે એઆઇની તાકાતને સંપૂર્ણપણે અપનાવીને ટેક્નોલોજી ઇનોવેશનમાં નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે જે ખરેખર પરિવર્તનકારી છે. તેનાથી આગામી ઘણા વર્ષો સુધી વેલ્યૂ ક્રીએશન થતું રહેશે.”
કોન્સોલિડેટેડ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)
ક્વાર્ટરલી રેવન્યુ ₹ 90,333 કરોડ, Y-o-Y 8.8% વધારે
ક્વાર્ટરલી EBITDA ₹ 6,828 કરોડ, Y-o-Y 9.5% વધારે
તમામ ફોર્મેટ્સમાં મળીને કુલ ફૂટફોલ 296 મિલિયન, 779 નવા સ્ટોર્સ ખોલ્યા
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું કે, “રિલાયન્સ રિટેલે ક્વાર્ટર દરમિયાન તમામ કન્ઝમ્પ્શન બાસ્કેટમાં તહેવારોની ખરીદીની આગેવાની હેઠળ મજબૂત પર્ફોર્મન્સ આપ્યું હતું. આકર્ષક પ્રાઇઝ વેલ્યૂ પ્રપોઝીશન પર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરવા માટેનું અમારું ધ્યાન ગ્રાહકોને અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ તરફ ખેંચવાનું ચાલુ રાખે છે. અમે જિયોમાર્ટ – એક્સપ્રેસ ડિલિવરીઝ, મિલ્કબાસ્કેટ સાથે સ્કેડ્યૂલ્ડ ડિલિવરી – સબસ્ક્રિપ્શન સર્વિસિઝ થકી એક સીમલેસ શોપિંગ અનુભવ તૈયાર કરી રહ્યા છે કે જે તમામ કેટેગરીઓ અને કેચમેન્ટમાં વૈવિધ્યપૂર્ણ ગ્રાહકોને સેવા આપે છે”.
ઓઇલ ટુ કેમિકલ્સ (ઓ2સી) સેગમેન્ટ
ક્વાર્ટરલી રેવન્યુ ₹ 149,595 કરોડ ($ 17.5 બિલિયન), Y-o-Y 6.0 % વધારે
ક્વાર્ટરલી EBITDA ₹ 14,402 કરોડ ($ 1.7 બિલિયન), Y-o-Y 2.4 % વધારે
ઓઇલ એન્ડ ગેસ (એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન) સેગમેન્ટ
ક્વાર્ટરલી રેવન્યુ ₹ 6,370 કરોડ($ 744 મિલિયન), Y-o-Y 5.2 % વધારે
ક્વાર્ટરલી EBITDA ₹ 5,565 કરોડ ($ 650 મિલિયન), Y-o-Y 4.1 % વધારે
