વોક ફોર આર્કોઝ 5.0: ગીતા બાલકૃષ્ણને ડિઝાઇન અવેરનેસ માટે 100 કિમીની સફરનું નેતૃત્વ કર્યું

Spread the love

આર્કિટેક્ટ અને ડિઝાઇન વકીલ ગીતા બાલકૃષ્ણને તેમના ઇકોસ(ethos) ફાઉન્ડેશન દ્વારા વોક ફોર આર્કોઝની 5 મી આવૃત્તિનો પ્રારંભ કર્યો છે. સિદ્ધપુરથી ગાંધીનગર સુધીની આ 100 કિલોમીટરની યાત્રા સામાજિક જાગૃતિ લાવવા અને જીવનના વિભિન્ન પાસાઓને ઉજાગર કરવામાં ડિઝાઇનની મહત્વપૂર્ણ ભૂમિકાની ઉજવણી કરે છે.

સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સહયોગથી આયોજિત આ વિશિષ્ટ અભિયાન 16 થી 20 જાન્યુઆરી દરમિયાન સિદ્ધપુર, ઉંઝા, વિસનગર અને માણસામાંથી પસાર થઈને ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિરમાં સમાપ્ત થનાર છે. આ વૉકિંગ કેમ્પેઈન ગુજરાતના સમૃદ્ધ વારસા, સ્થાનિક બાબતો અને સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ સાથે લાંબા ગાળાના સંબંધોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.

વોક ફોર આર્કોઝ 5.0 – કોમ્યુનિટી એંગેજમેન્ટ અને લર્નિંગ
સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ આ અનોખાં વૉકિંગ કેમ્પેઈનમાં સક્રિયપણે ભાગ લેશે, તેઓ દરેક સ્ટોપ પર લોકલ કોમ્યુનિટીઝ સાથે સંવાદ સાધશે. ઇન્ટરેક્ટિવ સત્રો થકી વિદ્યાર્થીઓ તેમના અવલોકનો રજૂ કરશે તથા આ નગરોની જીવંત પરંપરાઓ, હસ્તકલા અને જે તે સ્થળોની વિશિષ્ટ પ્રથાઓનું દસ્તાવેજીકરણ કરશે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની બાબતો સમાવિષ્ટ કરવામાં આવશે :

  • સિદ્ધપુર – બોહરા વિસ્તાર અને તેનું સ્થાપત્ય મહત્વ સમજવું.
  • વિસનગરઃ કંસારા સમુદાય સાથે સમય વિતાવીને તેમની કળા અને પડકારોને સમજવા.
  • માણસા: માટીકામની કળાનો અભ્યાસ કરવો અને સ્થાનિક કારીગરોની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરવું.

ગીતા બાલકૃષ્ણન કહે છે કે, “ચાલવાથી લોકો અને સ્થળો સાથે જોડાવાની, અવલોકન કરવાની અને તેમને સમજવાની તકો પ્રાપ્ત થાય છે”. “આ યાત્રા કોમ્યુનિટીઝને સર્વ કરવા અને ટ્રેડિશનનું સંરક્ષણ કરવા માટે આર્કિટેક્ચરની ભૂમિકા પુનઃસ્થાપિત કરવા અને વિચારશીલ ડિઝાઇન હસ્તક્ષેપોને પ્રેરિત કરવાની હાકલ છે”.

આ ઝુંબેશ BODH (બિલ્ડિંગ ઓન ડિઝાઇન હિસ્ટ્રીઝ) અને SAaTH (સસ્ટેનેબિલિટી ઇન એક્શન એન્ડ થોટ) જેવા ઇકોસ(ethos) ફાઉન્ડેશનના એક્શન ક્ષેત્રો સાથે સંરેખિત થાય છે.

વોક ફોર આર્કોઝ 5.0ની ફલશ્રુતિ:
1) વોક દરમિયાન ઓળખાયેલ ડિઝાઇન ચેલેન્જીસ માટે સાલના ડિઝાઇન સ્ટુડિયોમાં પ્રોજેક્ટ્સ પર કામગીરી કરવામાં આવશે.

2) કોમ્યુનિટીઝને સ્થાનિક મુદ્દાઓને ઉકેલવા માટે ડિઝાઇનની મદદ મળશે.

3) રીપોર્ટસ, ડોક્યુમેન્ટ્રીઝ અને કોમ્યુનિટી પ્રપોઝલ સહિત સોશિયલ મીડિયા કવરેજ અને પોસ્ટ-વોક ડિલિવરેબલ્સ દ્વારા મોટી સંખ્યામાં લોકો પ્રેરિત થશે.

વોક ફોર આર્કોઝ 5.0 એ ડિઝાઇન દ્વારા અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપવા માટે મહત્વનું સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *