
સુરત
ગુજરાતના 11 ખેલાડીઓએ અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024ના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સફળતા હાંસલ કરીને મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો હતો.
ગુજરાતના ધૈર્ય પરમાર, સોહમ ભટ્ટાચાર્ય, જયનિલ મહેતા, અક્ષિત સાવલા, ચિત્રાક્ષ ભટ્ટ, પ્રથમ માદલાણી, અભિલાષ રાવલ, જન્મેજય પટેલ, મોનીશ દેઢીયા, અયાઝ મુરાદ અને દેવર્ષ વાઘેલાએ મેઇન ડ્રોમાં પ્રવેશ કરીને ઘરઆંગણે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં દેશના મોખરાના ખેલાડીઓ સામે રમવાની તક પેદા કરી છે.
મેન્સ સિંગલ્સમાં 443 અને વિમેન્સ સિંગલ્સમાં 299 એવી વિક્રમી સંખ્યામાં એન્ટ્રી હોવાથી આ ચેમ્પિયનશિપએ એક સિમાચિહ્ન હાંસલ કર્યું છે. ટેબલ ટેનિસની વિકસી રહેલી લોકપ્રિયતામાં પીએસપીબીનો જી.સાથિયાન હાલમાં 345 પોઇન્ટ સાથે મોખરે છે તો તેનો સાથી અંકુર ભટ્ટાચાર્ય બીજા ક્રમે છે. ત્રીજા ક્રમ માટેની સ્પર્ધા કટ્ટર બનવાની છે કેમ કે તેમાં હરમિત દેસાઈ અને માનુષ શાહ છે અને બંને હાલમાં 285 પોઇન્ટ ધરાવે છે.