ગુજરાતના આઠ ટીટી વિમેન્સ ખેલાડીનો મેઇન ડ્રોમાં પ્રવેશ  

Spread the love

  મિક્સ ડબલ્સઃ મોખરાના ક્રમના માનુષ, દિયા ટુર્નામેન્ટમાંથી આઉટ

સુરત

પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી કેમ કે તેની આઠ ખેલાડી વિમેન્સ સિંગલ્સ માટેના મેઇન ડ્રો માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી.

ગુજરાતની મોખરાની ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે તેના રાજ્યની ખેલાડીઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીને પહેલાં જ મેઇન ડ્રોમાં પ્રવેશ મેળવી લીધો હતો. ઓઇશિકી જોઆરદાર, સિદ્ધિ પટેલ, ફ્રેનાઝ ચિપીયા, ફિલઝાહ ફાતીમા કાદરી, પ્રાથા પવાર, આફ્રિન મુરાદ અને રિયા જયસ્વાલે પણ મેઇન ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું હતું.

દરમિયાન મિક્સ ડબલ્સમાં મેજર અપસેટ સર્જાયો હતો કેમ કે મોખરાના ક્રમના માનુષ શાહ (વડોદરા) અને  દિયા  ચિતાલે (રિઝર્વ બેંક)ની જોડી ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી. ઓડિશાના તુષાર ચૌહાણ અને સ્વેતપદ્મા દલાઈની જોડી સામે તેમનો 8-11, 5-11, 7-11થી પરાજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *