ભારતીય ટુકડીમાં ૧૯૮ એથ્લેટ્સ અને યુનિફાઇડ પાર્ટનર્સ હતા જેમણે ૧૬ રમતોમાં ભાગ લીધો હતો

બર્લિન
ભારતે અહીં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં ૭૬ ગોલ્ડ સહિત ૨૦૨ મેડલ જીતીને તેઓનું અભિયાન પૂરું કર્યું હતું.
ભારતીય ખેલાડીઓએ રવિવારે સ્પર્ધાના અંતિમ દિવસે બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે ટ્રેક ઈવેન્ટ્સમાં કુલ છ મેડલ જીત્યા હતા. આંચલ ગોયલે મહિલાઓના લેવલ બી ૪૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને રવિમતી અરુમુગમે મહિલા લેવલ સી ૪૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતે ૭૬ ગોલ્ડ, ૭૫ સિલ્વર અને ૫૧ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતીય ટુકડીમાં ૧૯૮ એથ્લેટ્સ અને યુનિફાઇડ પાર્ટનર્સ હતા જેમણે ૧૬ રમતોમાં ભાગ લીધો હતો.
ભારતીય ખેલાડીઓ વિશે બોલતા સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ચેરપર્સન મલ્લિકા નડાએ જણાવ્યું હતું કે, “અમારા વિશાળ સંખ્યામાં રમતવીરોએ વિવિધ સ્વરૂપોના સામાજિક ભેદભાવનો સામનો કર્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં તેમને સમાજમાં બિન-કાર્યશીલ સભ્યો તરીકે માનવામાં આવે છે.