શુભમન ગીલની સદી, ત્રીજી વન-ડેમાં 142 રને વિજય સાથે ભારતની ઈંગ્લેન્ડ સામે ક્લિન સ્વિપ

Spread the love

ભારતના 356 રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમની ઈનિંગ્સ 34.2 ઓવર 214 રનમાં સમેટાઈ ગઈ

અમદાવાદ

ઓપનર શુભમન ગીલ (112) અને શ્રેયસ ઐયર (78), વિરાટ કોહલી (52)ની શાનદાર બેટિંગ અને ….બોલર્સની વેધક બોલિંગના જોરે ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં … રને વિજય મેળવી શ્રેણીમાં 3-0થી ક્લિન સ્વિપ કરી હતી. ભારતના 357 રનના કપરા પડકારનો સામનો કરતા પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમના બેટસમેનોએ કંગાળ બેટિંગ કરી હતી. અને તેની ઈનિંગ્સ 34.2 ઓવરમાં 214 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓપનર્સ સોલ્ટ (23) અને ડ્યુકેટ (34)ની સારી શરૂઆત છતાં એ પછી કોઈ બેટસમેન વિકેટ પર ટક્યું નહતું અને સમયાંતરે ટીમે એક-પછી એક વિકેટ ગીમાવી હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 38 રન બેન્ટોન અને એટકિંન્સને બનાવ્યા હતા. ભારત માટે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 જ્યારે વોશિંગ્ટન સુંદર, અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગમાં ઊતારતા ભારતે 356 રનનો જંગી સ્કોર કરીને પ્રવાસી ટીમ સમક્ષ 357 રનનો કપરો પડકાર મૂક્યો હતો. બીજી વન-ડેમાં સદી ફટકારનારા સુકાની રોહિત શર્મા (01)ની વિકેટ મેચની બીજી જ વૂડની ઓવરમાં કુલ છ રનના જુમલે ગુમાવી હતી. રોહિત વિકેટકીપર સોલ્ટના હાથમાં ઝિલાઈ ગયો હતો. શુભમન ગિલની સાથે વિરાટ કોહલી જોડાયો હતો. કોહલીએ બીજી વિકેટની ભાગીદારીમાં ગીલ સાથે મળીને 116 રન ઉમેર્યા હતા. તે 55 બોલમાં સાત બાઉન્ડ્રી-એક સિક્સ સાથે 77 રન ઉમેરીને રશિદના ઓફ સ્ટંપની બહાર જતા બોલમાં વિકેટકીપર લોસ્ટના હાથમાં ઝિલાઈ ગયો હતો. આ તબક્કે ભારતના 19 ઓવરમાં 122 રન થયા હતા.

કોહલીના આઉટ થયા બાદ પણ શુભમન ગીલે શ્રેયસ ઐયર સાથે ટીમના સ્કોરને 150 રન પર પહોંચાડ્યો હતો. ટીમના 150 રન 23.3 ઓવરમાં થયા હતા. આ દરમિયાન ગીલે 95 બોલમાં 14 બાઉન્ડ્રી 2 સિક્સર સાથે સદી પૂરી કરી હતી. ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી એ બાદ ગીલને રશિદે બોલ્ડ કરી ઈંગ્લેન્ડને રમતમાં પાછી લાવવામાં ભૂમિકા નિભાવી હતી. ગીલે 14 બાઉન્ડ્રી, 3 સિક્સરની મદદથી 102 બલમાં 112 રન ઝૂડી કાઢ્યા હતા. તેણે શ્રેયસ ઐયર સાથેની ત્રીજી વિકેટની ભાગીદારીમાં 98 રન ઉમેર્યાય હતા. કેએલ રાહુલના ક્રિસ પર આવ્યા બાદ શ્રેયસે વધુ આક્રમક બનવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે રશિદના એક લેગ સ્ટંપની બહાર જતા બોલમાં વિકેટકીપર સોલ્ટના હાથમાં 78 રનના વ્યક્તિગત સ્કોર પર ઝિલાઈ ગયો હતો. તેણે 64 બોલનો સામન કરતા 8 બાઉન્ડ્રી બે સિક્સર ફટકારી હતી. ભારતે 259 રનના જુમલે ચોથી વિકેટ ગુમાવી હતી. રાહુલ સાથે જોડાયેલો હાર્દિક સતત બે સિક્સર ફટકાર્યા બાદ બોલ્ડ થઈ ગયો હતો. ભારતે તેની પાંચમી વિકેટ 289 રનના સ્કોર પર ગુમાવી હતી. હાર્દિકે નવ બોલમાં બે સિક્સર સાથે 17 રન બનાવ્યા હતા. ટીમનો જુમલો 300 રનથી ઉપર પહોંચ્યા બાદ ભારતે તેની છઠ્ટી વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલ 12 બોલમાં બે બાઉન્ડ્રી સાથે 13 રન બનાવીને રૂટના બોલે બેન્ટનના હાથમાં ઝિલાઈ ગયો હતો. 333 રનના કુલ સ્કોર પર ભારતે કેએલ રાહુલ (40)ના રુપે સાતમી વિકેટ ગુમાવી હતી. રાહુલે 29 બોલનો સામનો કરતા ત્રણ બાઉન્ડ્રી એક સિક્સ ફટકારી હતી. રાહુલને મહેમુદે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. વોશિંગ્ટન સુંદર (14) અને હર્ષિત રાણા (13) એ ટીમના જુમલાને 356 રન પર પહોંચાડવામાં યોગદાન આપ્યું હતું જયારે અર્શદીપ (2) અને કુલદીપ (1) અણનમ રહ્યા હતા.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *