રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની રસકિક ગ્લુકો એનર્જી એન્ડ સ્પિનર
ટાટા આઈપીએલ 2025માં કરશે ડેબ્યુ
બેંગાલુરુ
રિલાયન્સ કમ્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની (આરસીપીએલ) કેમ્પા હવે જિયોસ્ટાર સાથેની ભાગીદારીમાં ટાટા આઈપીએલ 2025 માટે બંને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર કો-પાવર્ડ સ્પોન્સર તરીકે પોતાની બ્રાન્ડ ઉપસ્થિતિને ઉન્નત કરશે. દેશની સૌથી વધુ દેખાતી સ્પોર્ટિંગ ઈવેન્ટ તરીકે ટાટા ઈન્ડિયન પ્રિમિયર લીગે (આઈપીએલ) સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે ત્યારે કેમ્પા મજબૂત રીતે પોતાની બ્રાન્ડને સ્થાપિત કરશે.
આ સીમાચિહ્નરૂપ ભાગીદારી પ્રાદેશિક ભાષાઓમાં (બંને એચડી અને સ્ટાન્ડર્ડ), અને જિયોસ્ટારના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સહિત સમગ્ર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કેમ્પાની વિઝિબિલિટી સુનિશ્ચિત કરશે. આનાથી કેમ્પા બ્રાન્ડ માટે અતુલ્ય વ્યાપ, એંગેજમેન્ટ અને ઈમ્પેક્ટની ગેરન્ટી પ્રાપ્ત થશે. કેમ્પા સાથેનું આ વ્યૂહાત્મક જોડાણ હવે ટાટા આઈપીએલ 2025 સિઝનમાં છવાઈ જવા સુસજ્જ થઈ ચૂક્યું છે અને તેના થકી દેશભરના ક્રિકેટચાહકો સાથે તેનો નાતો પણ વધુ ઘેરો બનશે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ, કેતન મોદીએ જણાવ્યું હતું કે, “જિયોસ્ટાર સાથે ટાટા આઈપીએલ માટે અમારી ભાગીદારી ક્રિકેટ પ્રત્યે અમારી લાંબા સમયથી ચાલી આવતી કટિબદ્ધતાને કુદરતી રીતે વિસ્તારશે. ટીવી અને ડિજિટલ મંચ પર એક્સક્લુઝિવ કો-પાવર્ડ સ્પોન્સરશીપ પ્રાપ્ત કરીને, અમે ભારતના સૌથી મોટા મંચ પર અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ટોટલ બેવરેજ ઓફરિંગ્સના પોર્ટફોલિયો સાથે, આ જોડાણ કેમ્પાની ફૂટપ્રિન્ટ્સને તો વિસ્તારશે જ, સાથે લાખો કરોડો ક્રિકેટચાહકો સાથે એંગેજ થવાની પણ રોમાંચક તક પ્રસ્તુત કરશે. આના પગલે અમારી આ બ્રાન્ડના બેવરેજીસના સંપૂર્ણ પોર્ટફોલિયો માટે લોયલ્ટી તેમજ ઉત્સાહનું દેશભરમાં સર્જન થશે.”
એસએમબી એન્ડ ક્રિએટર, જિયોસ્ટાર ખાતે સ્પોર્ટ્સ રેવન્યુના હેડ ઓફ બિઝનેસ ઈશાન ચેટર્જીએ કહ્યું હતું કે, “ટાટા આઈપીએલ 2025 માટેના કી સ્પોન્સર તરીકે કેમ્પાનું સ્વાગત કરતા અમે રોમાંચિત છીએ. આ ભાગીદારી દેશના સૌથી મોટા ક્રિકેટ મહાકુંભ દરમિયાન હાઈ-ઈમ્પેક્ટ બ્રાન્ડ એન્ગેજમેન્ટની પ્રસ્તુતિ માટે અમારી સહિયારી વચનબદ્ધતાને સુદૃઢ બનાવે છે. જિયોસ્ટારની અતુલ્ય પહોંચ અને કેમ્પાના બેવરેજ ક્ષેત્રમાં વારસાને જોતાં, અમે યાદગાર અનુભવોને માણવા સુસજ્જ થઈ રહ્યા છીએ કે જે ભારતભરના કરોડો ચાહકોને એક તાતણે જોડે.”
બીસીસીઆઈ અને એક કરતા વધુ આઈપીએલ ટીમની સાથે છેલ્લા બે વર્ષથી સક્રિય ભાગીદાર તરીકે જોડાયેલી રહીને કેમ્પાએ ક્રિકેટની ઈકોસિસ્ટમમાં પોતાના મજબૂત પગ ખડકી દીધા છે. આ વિસ્તરેલી સ્પોન્સરશીપ એ રમત-ગમત, મીડિયા તેમજ ભારતભરના ચાહકો માટે અવિસ્મરણીય અનુભૂતિ પૂરી પાડવા પ્રત્યે કેમ્પાની પ્રતિબદ્ધતાનો પૂરાવો છે. બેવરેજ સિઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે, આ ભાગીદારી કેમ્પાની સફરને વેગવાન બનાવવા તેમજ દેશભરના ઉપભોક્તાઓ સાથે તેના નાતાને વધુ મજબૂત કરવાનું વચન આપે છે.
જિયોસ્ટાર સાથે ટાટા આઈપીએલ માટે ભાગીદારીની મુખ્ય હાઈલાઈટ્સ:
• ટીવી અને ડિજિટલ ક્ષેત્રે (ઓટીટી) એક્સક્લુઝિવ કો-પાવર્ડ સ્પોન્સરશીપઃ કેમ્પા ટીવી પર સેન્ટર સ્ટેજ ધારણ કરશે, જ્યારે કેમ્પા એનર્જી ડિજિટલ પ્લેટફોર્મ પર ચમકશે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે બંને માધ્યમો પર મહત્તમ બ્રાન્ડ એક્સપોઝર રહે.
• હાઈ-ઈમ્પેક્ટ લાઈવ મેચ ઈન્ટિગ્રેશન્સઃ બ્રાન્ડેડ મોમેન્ટ્સને કી મેચ સેગમેન્ટ્સ સાથે સીમલેસ રીતે એકીકૃત કરાશે જેમાં સીજીઆઈ એક્ટિવેશન્સ તથા નવતર ડિજિટલ અહેસાસની સાથે ફેન એન્ગેજમેન્ટ્સને પણ જોડવામાં આવશે.
• રસકિક ગ્લુકો એનર્જી એન્ડ સ્પીનરનું ડેબ્યુઃ ટાટા આઈપીએલ 2025ની સિઝનમાં રસકિક ગ્લુકો એનર્જી એન્ડ સ્પીનરનું ડેબ્યુ થશે, જેનાથી આ બ્રાન્ડનું રેલેવન્સ વધશે અને તેના વપરાશકારો સાથેનો નાતો વધુ ઘેરો બનશે.
આ વિસ્તરેલી ભાગીદારી સાથે, કેમ્પા બ્રાન્ડ એન્ગેજમેન્ટને રિફાઈન કરવા, ઉપભોક્તાને પહોંચને મહત્તમ બનાવવા, અને ટાટા આઈપીએલ 2025 દરમિયાન અવિસ્મરણીય ઉપસ્થિતિ માટે સુસજ્જ બન્યું છે. સ્પોન્સરશીપ તેમજ ફેન ઈન્ટરેક્શન પરત્વે આ બ્રાન્ડનો નવતર અભિગમ વડે જ આગામી ધમાકેદાર અને રોમાંચકારી સિઝન માટેનો તખ્તો તૈયાર થશે.