
અમદાવાદ
રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2025 ગુજરાત રાજ્યની ટીમ પસંદગી (પુરુષો અને સ્ત્રીઓ) માટેની ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 15.2.2025 અને 16.2.2025 ના રોજ રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:
પુરુષો: સ્ત્રીઓ:
1) જ્વલ એસ. પટેલ – 6.5 પોઈન્ટ. 1) હાન્યા શાહ – 6 પોઈન્ટ.
2) કર્તવ્ય અનાડકટ – 6 પોઈન્ટ. 2) ફલક જોની નાઈક – 6 પોઈન્ટ.
3) કુશલ જાની – 6 પોઈન્ટ. 3) વૃષ્ટિ શાહ – 5.5 પોઈન્ટ.
4) મન અકબરી – 6 પોઈન્ટ. 4) રૂહાની અસુદાની – 5.5 પોઈન્ટ.
5) સમર્થ શ્રીની વોરિયર – 6 પોઇન્ટ 5) દિવા એ. શાસ્ત્રી – 5.5 પોઇન્ટ
ભાવેશ પટેલ (જીએસસીએ) દ્વારા ટોચના બાર વિજેતાઓને ટ્રોફી અને રૂ. ૧૩૦૦૦/- રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. દરેક શ્રેણીમાં ટોચના પાંચ ખેલાડીઓની ટીમ અમદાવાદ, ગુજરાત ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.