હીરામણિ સ્કૂલ નર્સરી / કે.જી. વિભાગમાં સ્પોટર્સ-ડે ઉજવાયો

Spread the love

હીરામણિ સ્કૂલમાં ભણતરની સાથે-સાથે રમત-ગમતની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ નિપૂર્ણ બને તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને નર્સરી – જુનિયર કે.જી. અને સિનિ.કે.જી.ના 350 જેટલા નાના ભૂલકાંઓ દ્વારા હીરામણિ રંગઉપવનમાં યોગા, દોડ, કરાટે, લીંબુચમચી, મણકા શોધવા, કોથળા દોળ વગેરે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સંસ્થાના પ્રમુખશ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન, પ્રિ.ગુંજનબેન, સી.ઈ.. ભગવતભાઈ અમીને પૂરો સમય હાજરી આપી હતી. દર વર્ષે હીરામણિ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે, અને વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે ઈનામ આપવામાં આવે છે અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામો આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *