રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ યુકેના બકિંગહામશાયરના સ્ટોક પાર્ક ખાતે બૂડલ્સ ટેનિસમાં પહેલો રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપ એનાયત કર્યો

Spread the love

ધ બૂડલ્સ ટેનિસમાં આ નવીનતમ એવોર્ડનો ઉમેરો થયો છે અને તેના થકી ઇએસએનો ભારતમાં પ્રસાર થતો જોઈ શકાશે

સ્ટોક પાર્ક

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ બકિંગહામશાયરના સ્ટોક પાર્ક ખાતે ધ બૂડલ્સ ટેનિસ ઈવેન્ટમાં ડીએગો શ્વાર્ટઝમેનને પહેલો રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપ એનાયત કર્યો હતો. સ્ટોક પાર્ક ખાતે ધ બૂડલ્સ ખરેખર અનોખી સ્પર્ધા છે. આ એક એક્ઝિબિશન ટેનિસ ઇવેન્ટ છે, જે વિમ્બલ્ડન ખાતે ચેમ્પિયનશિપ્સ માટેની સૌથી ભવ્ય વોર્મ-અપ ગેમ છે. સ્ટોક પાર્કમાં રમાનારી આ ટેનિસ ઇવેન્ટ આ વર્ષે તેની 19મી વર્ષગાંઠની ઉજવણી કરે છે અને આ વર્ષે 27મી જૂનથી પહેલી જુલાઈ 2023 દરમિયાન યોજાઈ રહેલી પાંચ દિવસની ટેનિસ ઇવેન્ટમાં દરરોજ રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપનો એવોર્ડ ધ આપવામાં આવશે.

મંગળવાર (27મી જૂન)ના રોજ શ્રીમતી નીતા એમ. અંબાણીએ વિજેતા આર્જેન્ટિનિયન ખેલાડી ડીએગો શ્વાર્ટઝમેનને પહેલો રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપ એનાયત કર્યો અને યુકેના બકિંગહામશાયર સ્થિત એક્શન4યુથને દાન આપ્યું, જેની પાછળનો ઉદ્દેશ આપણે જાણીએ છીએ એ મુજબ વિજેતાની સંવેદનાઓની ખૂબ જ નજીક છે.

આ પ્રસંગે બોલતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે “અહીં એકદમ અદ્દભૂત વાતાવરણ હતું. અમને કેટલીક ખૂબ સુંદર ટેનિસ જોવા મળી. રમતની સાથે સમાજસેવા કરવાના અવસરે આ ઇવેન્ટને વધારે સાર્થક બનાવી. તમામ યુવાનોને શુભકામના આપું છું અને આશા રાખું છું કે તેઓ તેમની પસંદગીની કોઈપણ રમત અપનાવે અને તેમનામાં અને તેમની આસપાસના લોકોમાં ઉત્સાહ, વિશ્વાસ, સકારાત્મક વલણ અને જીવનમાં સ્થિતિસ્થાપકતા, આનંદ લાવે.”

એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) અભિયાન એ એક વ્યાપક વિકાસ કાર્યક્રમ છે જે રિલાયન્સ ફાઉન્ડેશન (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સીએસઆર પાંખ) દ્વારા સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીના નેતૃત્વ હેઠળ ચલાવવામાં આવે છે જે બાળકો માટે શિક્ષણ અને રમતગમતની તકોના સર્વગ્રાહી વિકાસ અને સમાનતાને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલોને સમર્થન આપે છે. બૂડલ્સ ટેનિસ ચેલેન્જ સાથે ઇએસએ અભિયાન ભારતની બહાર તેની પાંખો ફેલાવશે. ભારતમાં લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યા બાદ આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય હવે સ્ટોક પાર્કમાં બાળકોના જીવનને સ્પર્શવાનો અને દરેક માટે રમતગમતને સુલભ બનાવવાનો પ્રયાસ કરશે અને સાથે સાથે આગામી પેઢીને તેમના રોજિંદા જીવનમાં રમતગમતને અપનાવવા માટે પ્રેરણા આપશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *