અમદાવાદ:
બિમાવલે ગો ગોલ્ફ કેલેન્ડર ૨૦૨૫ ના ભાગ રૂપે ગુલમોહર ગ્રીન્સ – ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ટીમ ઇવેન્ટમાં ૫૬ ગોલ્ફરોની બનેલી ૨૮ ટીમોએ ભાગ લીધો હતો.

મિહિર શેઠ અને હિરેન ઠક્કરની ટીમ 0-18 હેન્ડીકેપ કેટેગરીમાં 70 ગ્રોસ અને -17 નેટ સ્કોર સાથે વિજેતા રહી હતી. અવતાર સિંહ અને નીરવ સોનીની ટીમ 73 ગ્રોસ અને -13 નેટ સ્કોર સાથે કેટેગરીમાં રનર-અપ રહી હતી.
૧૯-૩૦ હેન્ડીકેપ કેટેગરીમાં, સુખદેવ સિંહ અને દેવજીત સિંહ ૭૮ ગ્રોસ અને -૧૮ નેટ સાથે ટોચના સ્થાને રહ્યા, જ્યારે રૂત્વિક દેસાઈ અને અર્જુન સુતારિયાની ટીમ ૮૧ ગ્રોસ અને -૧૭ નેટ સાથે બીજા સ્થાને રહી.
બે વિજેતા ટીમોને તેમના પ્રદર્શન માટે 3,000 રિવોર્ડ પોઈન્ટ મળ્યા, જ્યારે રનર્સ-અપ ટીમને 2,400 રિવોર્ડ પોઈન્ટ મળ્યા. કુલ 13 ટીમોને રિવોર્ડ પોઈન્ટ મળ્યા.