અમદાવાદ
પ્રમુખ ક્રિકેટ લીગની (સીપીએલ) પ્રથમ સિઝનની સફળતા બાદ ચિરિપાલ ગ્રુપ દ્વારા સીપીએલની બીજી સિઝન 31 મેથી 14 જૂન દરમિયાન યોજાશે. સ્વામિનારાયણ ગુરુકૂલ (એસજીવીપી)ના મેદાન પર રમાનારી ટી20 લીગમાં છ ટીમો ભાગ લેશે જેમાં ગુજરાતના જાણીતા ક્રિકેટર્સ ભાગ લેશે. ભાગ લેનારી છ ટીમોમાં સાબરમતી સ્ટ્રાઈકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિગ્સ, હેરિટેજ સીટી ટાઈટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સનો સમાવેશ થાય છે.
31 મેના રોજ રાત્રે 7.30 વાગે સ્પર્ધાની પ્રથમ મેચ હેરિટેજ સિટી ટાઈટન્સ અને અમદાવાદ એરોઝ વચ્ચે રમાશે. સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં એસજીવીપીના ઉપપ્રમુખ બાલકૃષ્ણદાસજી સ્વામી, ડીજીપી વિકાસ સહાય અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ઉપપ્રમુખ અજય પટેલ ઉપસ્થિત રહેશે.
સ્પર્ધા અંગેની માહિતા આપતા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પૂર્વ પ્રમુખ અને સાંસદ નરહરી અમીને જણાવ્યું હતું કે સ્પર્ધાના વિજેતાને પાંચ લાખ, રનર્સઅપને અઢી લાખ,, મેન ઓફ ધ સિરિઝને 51,000, દરેક મેચમાં પ્લેયર ઓફ ધ મેચને 10,000, સ્પર્ધાના બેસ્ટ બેટર-બોલરને 25-25 હજારના પુરસ્કાર અપાશે. આ સ્પર્ધા રાજ્યના યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ પુરૂં પાડશે.
ચિરિપાલ ગ્રુપના પ્રમોટર-સીપીએલના સ્થાપક રોનક ચિરિપાલે ગત સિઝનની સફળતાની વાત કરતા આ સિઝન પણ અત્યંત રોમાંચક બની રહેવાની આશા વ્યક્ત કરી હતી. છ ટીમો વચ્ચેના મુકાબલામાં રાજ્યના રણજી, આઈપીએલ સહિતની ટૂર્નામેન્ટ રમતા ખેલાડીઓ પણ તેમની શક્તિનો પરચો આપતા જોવા મળશે.
જીસીએના ભૂતપૂર્આવ સચિવ હિતેશ પટેલ (પોચી)એ જણાવ્યુ હતું કે સિઝનમાં દરેક ટીમની સાથે કોચ, આસિસ્ટન્ટ કોટ અને મેનેજર પણ ફાળવાયા છે જેથી સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી શકાય. આ સિઝનમાં થર્ડ અમ્પાયરની સત્તાને વ્યાપક બનાવતા એલબીડબલ્યુ, રનઆઉટ સહિતના નિર્ણયોમાં તેનો ઉપયોગ થશે. આઈપીએલની જેમ આ સ્પર્ધામાં પણ ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ અમલમાં મુકાશે. 31 મેથી શરૂ થનારી સ્પર્ધાની ફાઈનલ 14 જૂને શનિવારે રાત્રે 7.30થી રમાશે.

Match schedule:
Date | Day | Match | Time |
May 31, 2025 | Saturday | Heritage City Titans vs Ahmedabad Arrows | 19:30 |
June 01, 2025 | Sunday | Gandhinagar Lions vs Sabarmati Strikers | 15:30 |
Karnavati Kings vs Narmada Navigators | 19:30 | ||
June 02, 2025 | Monday | Heritage City Titans vs Gandhinagar Lions | 15:30 |
Sabarmati Strikers vs Narmada Navigators | 19:30 | ||
June 03, 2025 | Tuesday | Break Day | |
June 04, 2025 | Wednesday | Narmada Navigators vs Gandhinagar Lions | 15:30 |
Ahmedabad Arrows vs Sabarmati Strikers | 19:30 | ||
June 05, 2025 | Thursday | Heritage City Titans vs Narmada Navigators | 15:30 |
Karnavati Kings vs Gandhinagar Lions | 19:30 | ||
June 06, 2025 | Friday | Break Day | |
June 07, 2025 | Saturday | Ahmedabad Arrows vs Karnavati Kings | 15:30 |
Sabarmati Strikers vs Heritage City Titans | 19:30 | ||
June 08, 2025 | Sunday | Ahmedabad Arrows vs Narmada Navigators | 15:30 |
Heritage City Titans vs Karnavati Kings | 19:30 | ||
June 09, 2025 | Monday | Break Day | |
June 10, 2025 | Tuesday | Sabarmati Strikers vs Karnavati Kings | 15:30 |
Ahmedabad Arrows vs Gandhinagar Lions | 19:30 | ||
June 11, 2025 | Wednesday | Break Day | |
June 12, 2025 | Thursday | Semi 1 | 15:30 |
Semi 2 | 19:30 | ||
June 13, 2025 | Friday | Break Day | |
June 14, 2025 | Saturday | Finals | 19:30 |