મુંબઈ
ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ તેના ફ્રેન્કલિન ઈન્ડિયા બેંકિંગ એન્ડ પીએસયુ ડેબ્ટ ફંડની ૧૧મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, જેમાં એક મહત્વપૂર્ણ દ્વિમાર્ગી સીમાચિહ્ન છે, જેમાં આ યોજના અંતર્ગત એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) એ રૂ. ૫૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે.

૨૦૧૪માં શરૂ કરાયેલ, આ ફંડ તેના પોર્ટફોલિયોના ઓછામાં ઓછા ૮૦% બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) અને મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા ઈશ્યુ કરાયેલા ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેબ્ટ સાધનોમાં રોકાણ કરે છે, જેનો ઉદ્દેશ્ય ધિરાણના ઓછા જોખમ સાથે શ્રેષ્ઠ વળતર આપવાનો છે. આ ફંડ પોર્ટફોલિયોની ગુણવત્તા જાળવી રાખીને વ્યાજ દરની અસ્થિરતાને ઘટાડવા માટે રચાયેલ છે.
છેલ્લા ૧ વર્ષ અને ૩ વર્ષના સમયગાળામાં, આ સ્કીમે તેના બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, જે મજબૂત અને સુસંગત કામગીરી દર્શાવે છે. ફંડ શરૂ થયું તે સમયે કરવામાં આવેલ રૂ. ૧૦,૦૦૦ નું રોકાણ આજે વધીને રૂ. ૨૧,૯૪૨ થયું હોત, જ્યારે ફંડની શરૂઆતથી જ રૂ. ૧૦,૦૦૦ની માસિક એસઆઈપી પસંદ કરી હોય તો તેનું વળતર અત્યારે રૂ. ૧૯.૫૮ લાખનું થયું હશે – જે સમયાંતરે ફંડના સ્થિર ચક્રવૃદ્ધિનો સંકેત છે. ચાંદની ગુપ્તા અને અનુજ ટાગરા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત આ સ્કીમ એવા રિટેલ રોકાણકારો માટે યોગ્ય છે જેઓ વ્યાજ દરમાં અસ્થિરતા ઘટાડીને અને તેમની ફિક્સ્ડ ઈનકમના રોકાણો પર ધિરાણનું જોખમ ઘટાડીને સ્થિર વળતર આપે તેવું સાધન શોધી રહ્યા છે જે સાથે સાથે સારું જોખમ સમાયોજિત વળતર પણ ઉત્પન્ન કરી આપે.
૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં, ફંડ પોર્ટફોલિયોનું ૫૭.૧૬% ટકા રોકાણ પીએસયુ ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને ૧૬.૨૦% ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ (ગિલ્ટ્સ)માં કરાયું હતું. આ ફંડ એક વર્ષ કે તેથી વધુ ગાળા માટે રોકાણ કરી શકતા રોકાણકારો માટે યોગ્ય છે.
વર્તમાન સ્તરે વ્યાજ દરમાં સતત ફેરફારની સ્થિતી છે તેમાં ધિરાણના મર્યાદિત જોખમ સાથે સ્થિર વળતર મેળવવા માગતા રોકાણકારો માટે ફ્રેન્કલિન ઈન્ડિયા બેંકિંગ એન્ડ પીએસયુ ડેબ્ટ ફંડ પસંદગીનો વિકલ્પ છે.