અમદાવાદ
ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા ટૂંક સમયમાં યોજાનારી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ તથા ઓપન સ્ટેટ ડાર્ટ ચેમ્પિયનશિપ માટે પલોડિયા ખાતે આવેલી સ્પોર્ટિંગ એસ ડાર્ટ એકેડમી ખાતે બે દિવસના વિશેષ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેશનલ ચેમ્પિયન તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ચૂકેલા અશફાક સૈયદ દ્વારા યોજાયેલા કેમ્પમાં ભાવનગર, રાજકોટ, બરોડા તથા અમદાવાદ સહિત વિવિધ ડિસ્ટ્રિક્ટમાંથી સાત વિમેન્સ તથા ૨૯ મેન્સ બધિર ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પ દરમિયાન કોચિઝને પણ તૈયાર કરવામાં આવ્યા હતા. પલોડિયા ખાતેની એસ ટેનિસ એકેડમી ખાતે સપ્ટેમ્બર સુધીમાં ઓલ ઇન્ડિયા નેશનલ ડાર્ટ ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવશે. ઈન્ડિયન ડાર્ટ કાઉન્સિલના સભ્ય અશફાકે જણાવ્યું હતું કે બધિર ખેલાડીઓ પાસે વિશેષ ટેલેન્ટ છે અને તેમનો ઉત્સાહ જોઈને હું ચકિત થયો છું. તેમને ટ્રેનિંગ આપવાનું કપરું છે પરંતુ તેઓ મિડિએટર દ્વારા ડાર્ટ રમતના નિયમોને જલદીથી શીખી ગયા છે.