મહેસાણા
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 8.7.2025 ના રમાયેલ મેચોના પરિણામઃ વડોદરાની ટીમે નિર્ણાયક મેચ માં દિપેશ ઠાકુર અને આયુષ ઉપાધ્યાય ના 1-1 ગોલની મદદથી રાજકોટ પર 2-1થી વિજય મેળવ્યો હતો.રાજકોટના પ્લેયર ખુશ બોઘરા દ્વારા 1 ગોલ કરાયો તથા રાજકોટના માન પાંભરને રફ ગેમ રમવા બદલ રેફ્રી દ્વારા 45 મી મિનિટે યલ્લો કાર્ડ અને 75મી મિનિટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
બીજી મેચમાં વલસાડે સમર્થના 5 ગોલ, આર્ય મંગેલાના 3 ગોલ, અયાન હસમાનીના 2 ગોલ, કારણ અને નેઈલના 1-1ગોલની મદદથી પોરબંદર પર 12-2થી એકતરફી વિજય મેળવ્યો હતો. પોરબંદરના યસ દવે અને સ્મિત સુરતી દ્વારા 1-1 ગોલ કરાયો હતો.
ત્રીજી મેચમાં આણંદના જીનય પટેલના 4 ગોલ, આદિત્ય પોલ, આરોન અને દિવ્યમના 1-1 ગોલની મદદથી નવસારી પર 7-0 થી વિજય હાસિલ કર્યો હતો.
8 ગ્રુપમાંથી ફર્સ્ટ 4 ગ્રુપમાં વડોદરા, વલસાડ, આણંદ અને ગાંધીનગરની ટીમોએ પોતાના ગ્રુપમાં ટોપ કરી સુપરલીગમાં સ્થાન મેળવ્યું છે.
9 જુલાઈ ના રોજ 4 મેચ રમાશે. મહેસાણા અને છોટાઉદેપુર વચ્ચે. દેવભૂમિ દ્વારિકા અને દાહોદ વચ્ચે. સુરત અને ભાવનગર વચ્ચે. જુનાગઢ અને અમદાવાદ વચ્ચે.
