પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની સત્તાવાર માન્યતા

13 ગ્રંથ, 8,848 પાનાં અને 21,46,447 શબ્દો ધરાવતું જીવનચરિત્ર ‘એક જ લેખક દ્વારા લખાયેલું વિશ્વનું સૌથી વિસ્તૃત જીવનચરિત્ર’ બન્યું લંડન ભારતીય સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના ગૌરવમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિનો ઉમેરો થયો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારિત 13 ગ્રંથોમાં વિસ્તરેલું, 8,848 પાનાં અને 21,46,447 શબ્દો ધરાવતું બૃહદ્ જીવનચરિત્ર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ…

વડોદરાથી દિલ્હીની દિશામાં ‘રાઇડ વિથ પ્રાઇડ’ મોટરસાઇકલ અભિયાનનો પ્રારંભ

EMEના 12 બાઇકસવારો 1,250 કિમીનો પ્રવાસ ખેડશે, યુવાનોને સૈન્યના ટેકનોલોજીકલ પરિવર્તન અને કારકિર્દી અંગે કરશે જાગૃત અમદાવાદ ભારતીય સૈન્યના કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ (EME) દ્વારા યુવાનો સાથે જોડાણ વધારવા અને સૈન્યમાં ચાલી રહેલા ટેકનોલોજીકલ પરિવર્તનને લોકો સમક્ષ રજૂ કરવાના ઉદ્દેશ્યથી ‘રાઇડ વિથ પ્રાઇડ – EME ટુવર્ડ્સ ટેક્નોલોજીકલ ટ્રાન્સફોર્મેશન’ નામના મોટરસાઇકલ અભિયાનનું આયોજન કરવામાં…

નશામુક્ત ભારતના સંદેશ સાથે એનસીસી કેડેટ્સનું જાગૃતિ અભિયાન

નિષ્ણાતોના માર્ગદર્શન, કેડેટ્સની રજૂઆતો અને સ્ટ્રીટ પ્લે દ્વારા ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ વડોદરાગ્રુપ હેડક્વાર્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ 2 ગુજરાત નેવલ વિંગ એનસીસીના કેડેટ્સ દ્વારા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત અસરકારક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ડ્રગ્સના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવી યુવાનોને નશામુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા…

પાદરામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ‘ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ’નું લોકાર્પણ

ધ્યાન અને સકારાત્મક વિચારધારા શાંતિ સ્થાપવા માટે અનિવાર્ય : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ — ‘સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન’ના સંદેશ સાથે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા વિશ્વ નવનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ વડોદરા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે વડોદરાના એક દિવસીય પ્રવાસ દરમિયાન પાદરા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત ‘ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ’ રીટ્રીટ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે…

સ્વચ્છતા હી સેવા 2026 : વડોદરા અને જામનગર એરફોર્સ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન

શ્રમદાન સાથે સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી; બાલાચડી બીચ પર કચરાનું સેગ્રિગેશન અને નિકાલ કરી નાગરિક જવાબદારીનો સંદેશ અપાયો વડોદરા/જામનગર#SwachhataHiSeva2026 અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેનાના વડોદરા અને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બંને સ્થળોએ એર વોરિયર્સે સક્રિય ભાગ લઈ સ્વચ્છતા, જવાબદાર કચરા વ્યવસ્થાપન અને જનભાગીદારીનો સંદેશ…

ઝાયડસ કપમાં અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને પાટણની ટીમોની જીત સાથે જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ

વડનગરના એસએજી સ્પોર્ટ્સ સંકુલમાં 11 ઓગસ્ટ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં ગુજરાતના 10 જિલ્લાઓની ટીમો વચ્ચે જંગ, નેશનલ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ થશે વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ આજે વડનગર સ્થિત એસએજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે થયો હતો. 7થી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં…

સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ: રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર સેમી ફાઇનલમાં

મોરબીમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડ પૂર્ણ; જામનગરે અમદાવાદને 5-0થી હરાવી સર્જ્યો મોટો અપસેટ મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબી ખાતે આયોજિત સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં લીગ તબક્કાની તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલના આધારે રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર જિલ્લા ટીમોએ સેમી ફાઇનલમાં સ્થાન…

વડોદરાની મેન્સ ટીમનો મોખરાના ક્રમની અમદાવાદની ટીમને હરાવી અપસેટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં બુધવારે વડોદરાની મેન્સ ટીમે મોખરાના ક્રમની અમદાવાદની ટીમને 3-2થી હરાવીને ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ…

વડોદરાની વૈશ્વી હોસ્પિટલને IGBC ગ્રીન હેલ્થકેર પ્લેકથી સન્માનિત કરવામાં આવી

IGBC તરફથી ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેશન મેળવનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ વડોદરા, CIIનો ભાગ, ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) એ વડોદરાની વૈશ્વી હોસ્પિટલને ટકાઉ આરોગ્યસંભાળ માળખા પ્રત્યેની અનુકરણીય પ્રતિબદ્ધતાને માન્યતા આપવા માટે પ્રતિષ્ઠિત IGBC ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેશન પ્લેક એનાયત કર્યો. IGBC વડોદરા ચેપ્ટરના ચેરપર્સન શ્રેયા દલવાડી, IGBC વડોદરા ચેપ્ટરના તાત્કાલિક ભૂતપૂર્વ ચેરપર્સન નીતુ જૈન; IGBC વડોદરા ચેપ્ટરના સહ-અધ્યક્ષ-નિયુક્ત કરણ શાહ ; અને CII…

34મી જૂનિયર ફૂટબોલમાં વડોદરા, વલસાડ અને આણંદનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં  8.7.2025 ના રમાયેલ મેચોના પરિણામઃ વડોદરાની ટીમે નિર્ણાયક મેચ માં દિપેશ ઠાકુર અને આયુષ ઉપાધ્યાય ના 1-1 ગોલની મદદથી રાજકોટ પર 2-1થી વિજય મેળવ્યો હતો.રાજકોટના પ્લેયર ખુશ બોઘરા  દ્વારા 1  ગોલ કરાયો તથા રાજકોટના માન પાંભરને રફ ગેમ રમવા બદલ…

34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં વડોદરાનો પોરબંદર સામે 16-0થી આસાન વિજય

વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડનગર, મેહસાણા ખાતે આયોજિત  34 મી જુનિયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 7.7.2025 ના રમાયેલી મેચ એક તરફી રહી હતી. વડોદરાની ટીમે માન મકવાણાના 3 ગોલ, ખુશ ધવલ ,ના 2 ગોલ, જોયલ, ઓજશ,વિવેક, દિપેશ, ધ્રુવીર, સચિત,યુગ, ચિન્મય,હરિયાબિર્સિંગના 1-1 ગોલની મદદથી પોરબંદરને 16-0 ગોલથી પરાજય આપ્યો હતો….

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 વડોદરા વંડર્સ એકેડેમીનો રોયલ લાયન એફસી પર 25-4 થી એકતરફી  વિજય

વડોદરા વંડર્સ એકેડેમી ના જોય ફર્નાંડીશ મેન ઓફ ધી મેચ વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાડવામાં આવી રહેલ છે. આજ રોજ તારીખ 21.5.25, માં જૂનિયર બોયસ ના 7 મેચો રમાડવા માં આવેલ તેના રીજલ્ટ માં ચાંદખેડા એફસી એ  રેન્જર એફએ પર 4-3 થી…