વડનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડનગર, મેહસાણા ખાતે આયોજિત 34 મી જુનિયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 7.7.2025 ના રમાયેલી મેચ એક તરફી રહી હતી. વડોદરાની ટીમે માન મકવાણાના 3 ગોલ, ખુશ ધવલ ,ના 2 ગોલ, જોયલ, ઓજશ,વિવેક, દિપેશ, ધ્રુવીર, સચિત,યુગ, ચિન્મય,હરિયાબિર્સિંગના 1-1 ગોલની મદદથી પોરબંદરને 16-0 ગોલથી પરાજય આપ્યો હતો. પોરબંદરના ખેલાડી આબિરાહમેદ દ્વારા 1 સેલ્ફ ગોલ પણ થયો હતો.

બીજી મેચમાં પોરબંદરે નેયલ દ્વારા 2, દિવયમ, સ્મિત, રુદ્રારાજસિંહ,અને નિલરાજસિંહ દ્વારા 1-1 ગોલની મદદથી સુરેન્દ્રનગર પર 6-1 થી વિજય મેળવ્યો હતો. સુરેન્દ્રનગરે વેદ દ્વારા 1ગોલ કરવામાં આવ્યો હતો. ત્રીજી મેચમાં બોટાદે ધ્રુવ મકવાણા 4 ગોલ(હેટ્રીક સાથે)ની મદદથી નવસારી પર 4-2 થી વિજય મેળવ્યો હતો. નવસારી તરફથી રુદ્ર પરમાર અને જીત આહીર દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યો હતો.
8 જુલાઈએ ત્રણ મેચ રમાશે. વડોદરા અને રાજકોટ, પોરબંદર અને વલસાડ, નવસારી અને આણંદ વચ્ચે મેચ રમાશે.
