ઈલોન મસ્કે એક્સ ટીવી એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી, જેથી એવું કહી શકાય કે એક્સ હવે યુટ્યુબ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે
વોશિંગ્ટન
અગાઉ ટ્વીટર તરીકે ઓળખાતા એક્સની ટીવી એપ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. આ માહિતી એક્સના માલિક ઈલોન મસ્કે આપી છે. આ માટે ઈલોન મસ્કે એક્સ ટીવી એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. જેથી એવું કહી શકાય કે એક્સ હવે યુટ્યુબ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. એક્સ ટીવી એપનું અપડેટ આવતા સપ્તાહથી બહાર પાડવામાં આવશે.
રિપોર્ટ અનુસાર એક્સની ટીવી એપ યુટ્યુબ ટીવી એપ જેવી જ લાગે છે. ઈલોન મસ્કની ટીવી એપ દ્વારા એક્સના વીડિયો એક્સની ટીવી એપ પર મોકલવાની યોજના છે. જે રેવન્યુ મોડલનો એક ભાગ પણ કહી શકાય છે. કારણ કે એક્સ ટીવી એપના માધ્યમથી મસ્ક માટે આવકના નવા રસ્તા પણ ખુલશે.
ઈલોન મસ્કે ભલે યુટ્યુબ સાથે સ્પર્ધા કરવા એક્સ ટીવી એપ લોન્ચ કરી હોય, પરંતુ આ સ્પર્ધા એટલી સરળ નથી. વિશ્વના તમામ સ્માર્ટ ટીવીમાં ડિફોલ્ટ રૂપે યુટ્યુબ એપ્લિકેશન જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે અન્ય ઘણા એપ બજારમાં પ્રવેશ્યા પછી પણ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ પર ગૂગલનું પ્રભુત્વ છે.