ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં બુધવારે વડોદરાની મેન્સ ટીમે મોખરાના ક્રમની અમદાવાદની ટીમને 3-2થી હરાવીને ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ છે.
વડોદરા માટે સ્ટાર પેડલર પ્રથમ માદલાણીએ અપેક્ષા મુજબની રમત દાખવીને તેની બંને મેચ જીતી લીધી હતી જ્યારે સિનિયર ખેલાડી જલય મહેતાએ નિર્ણાયક મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. તેઓ હવે વર્તમાન ચેમ્પિયન સુરત સામે રમશે જેણે ભાવનગરને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સુરતની વિમેન્સ ટીમે પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ભાવનગરને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પણ વર્તમાન ચેમ્પિયન છે અને હવે અમદાવાદ સામે ફાઇનલમાં રમશે. અમદાવાદે ટીમ ઇવેન્ટમાં નવસારીને 3-1થી હરાવ્યું હતું.
જુનિયર બોયઝ અંડર-19 કેટેગરીમાં ચેમ્પિયન ભાવનગરે સુરતને 3-1થી હરાવ્યું હતું અને હવે અરાવલ્લી સામે રમશે. અરાવલ્લીએ સેમિફાઇનલમાં અમદાવાદ સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો.
દરમિયાન અમદાવાદની જુનિયર ગર્લ્સ ટીમે (અંડર-19) ફાઇનલમાં પ્રવેશવા માટે નવસારીને 3-0થી હરાવ્યું હતું.
સબ જુનિયર બોયઝ (અંડર-15)માં આ વખતે રોમાંચક ફાઇનલ રમાશે જ્યાં અમદાવાદ અન રાજકોટ સામસામે રમશે. અમદાવાદે કચ્છ સામે 3-0થી ને રાજકોટે સુરત સામે 3-1થી વિજય મેળવ્યો હતો.
ગયા વર્ષની સબ જુનિયર ગર્લ્સ ફાઇનલના પુનરાવર્તન સમાન આ વખતે મોખરાના ક્રમની સુરતની ટીમ બીજા ક્રમની ભાવનગરની ટીમ સામે રમશે. જ્યાં સુરતની ટીમ 2024ની ફાઇનલના પરાજયનો બદલો લેવા આતુર હશે.
ટીમ ચેમ્પિયનશિપના પરિણામોઃ
મેન્સ સેમિફાઇનલઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-0 (દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 12-10, 7-11, 11-9, 11-3; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ જિજ્ઞેશ જયસ્વાલ 6-11, 11-7, 11-7, 14-16,12-10; નુતાંશુ દયામા જીત્યા વિરુદ્ધ ઓમ જયસ્વાલ 13-15, 13-11, 11-6, 9-11, 11-6).
વડોદરા જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2 (અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ જલય મહેતા 11-9, 11-8, 12-10; પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ સોહમ ભટ્ટાચાર્ય 13-11, 13-15, 9-11, 12-10, 11-6; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 11-5, 6-11, 11-6, 11-7; પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-6, 7-11, 12-10, 8-11, 11-8; જલય મહેતા જીત્યા વિરુદ્ધ સોહમ ભટ્ટાચાર્ય 11-9, 7-11, 11-8, 15-13).
વિમેન્સ સેમિફાઇનલઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-0 (ફ્રેનાઝ ચિપીયા જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 4-11, 13-11, 11-5, 11-7; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-8, 9-11, 4-11, 11-4, 11-7; આફ્રિન મુરાદ જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-8, 15-13, 11-9).
અમદાવાદ જીત્યા વિરુદ્ધ નવસારી 3-1 (ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-4, 11-1, 11-6; સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 11-9, 5-11, 4-11, 11-9, 11-5; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ જ્હાનવી પટેલ 11-3, 11-5, 11-7; ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-7, 11-7, 11-4).
જુનિયર બોઝ અંડર-19 સેમિફાઈનલઃ અરાવલ્લી જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-1 (હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-8, 11-8, 11-9; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-5,7-11, 11-5, 11-5; જન્મેજય પટેલ/હર્ષવર્દન પટેલ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ/હિમાંશ દહિયા 4-11, 11-6, 7-11, 11-7, 11-7; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 10-12, 11-6, 11-4, 10-12, 11-6).
ભાવનગર જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ પવન કુમાર 11-6, 12-10, 9-11, 11-4; વિવાન દવે જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 7-11, 11-9, 12-10, 11-7; ધ્યેય જાની/પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ વિવાન દવે/તક્ષ કોઠારી 11-5, 11-7, 11-9; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ વિવાન દવે 11-9, 13-11, 11-6).
જુનિયર ગર્લ્સ (અંડર-19) સેમિફાઇનલઃ અમદાવાદ જીત્યા વિરુદ્ધ નવસારી 3-0 (જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-4, 11-6, 18-16; મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ જ્હાનવી પટેલ 11-8, 11-6, 11-8; જિયા ત્રિવેદી/મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા/જ્હાનવી પટેલ 9-11, 11-6, 11-8, 11-5).
સબ જુનિયર બોયઝ અંડર-15 સેમિફાઇનલઃ અમદાવાદ જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0 (દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ નૈત્રિક વૈદ્ય 4-11, 5-11, 11-7, 11-3, 11-9; અંશ ખમાર જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભાંબાણી 11-5, 11-7, 9-11, 11-6; દ્વિજ ભાલોડિયા/અંશ ખમાર જીત્યા વિરુદ્ધ આરવ સિંઘવી/ધ્રુવ 11-5, 11-2, 8-11, 10-12, 11-8).
રાજકોટ જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (વિવાન દવે જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 12-10, 11-5, 11-7; દિવ્ય પટેલ જીત્યા વિરુદ્ધ અનય બચાવત 11-7, 11-6, 11-8; દેવ ભટ્ટ/દિવ્ય પટેલ જીત્યા વિરુદ્ધ વિવાન દવે/અનય બચાવત 11-9, 5-11, 11-4, 11-8; દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અન્ય બચાવત 11-4, 11-8, 11-6).
સબ જુનિયર ગર્લ્સ અંડર-15: ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-1 (ઝિનાલી જે. પટેલ જીત્યા વિરુદ્ધ દિક્ષિતા કૌર વાધવાણી 12-10,11-9, 11-1; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ખનક શાહ 11-2, 12-10, 13-11; જ્હાનવી પરમાર/ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ઝિનાલી/ખનક 11-8, 8-11, 11-5, 5-11, 11-9; ચાર્મી જીત્યા વિરુદ્ધ ઝિનાલી 11-3, 11-7, 8-11, 12-10).
સુરત જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0 (વિશ્રુતિ જાદવ જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 6-11, 11-9, 11-5, 11-7; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘની 11-2, 11-6, 11-3; દાનિયા/વિશ્રુતિ જીત્યા વિરુદ્ધ અનાઇશા/સિદ્ધિ સિંઘવી 11-5, 11-6, 11-7).
