બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટમાં સુરત, નવસારી અને રાજકોટની ટીમનો વિજય

સુરત બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજ રોજ રમાયેલી મેન્સની  મેચ માં સુરતની ટીમે  જુનાગઢની ટીમને 7-5 થી, નવસારીની ટીમે  પંચમહાલની ટીમને 5-3થી, રાજકોટની ટીમે બનાસકાંઠાની ટીમને 7-1થી, ડાંગની ટીમે ભાવનગરની ટીમને 11-7 થી અને કચ્છની ટીમે સાબરકાંઠાની ટીમને 9-3થી પરાજય આપ્યો હતો. વિમેન્સની મેચમાં વલસાડની ટીમે નવસારીની ટીમ ને 5-2થી, સુરતની ટીમે ગાંધીનગરની ટીમને 3-2થી,…

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ફૂટબોલ ટૂર્નામેન્ટમાં જૂનાગઢ-સુરતનો વિજય

અમદાવાદ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ફૂટબાલ ટુર્નામેન્ટમાં આજે રમાયેલી મેન્સની  મેચમાં જુનાગઢની ટીમે નવસારીની ટીમને 8-5 થી, સુરતની ટીમે પંચમહાલની ટીમને 9-3 થી, વલસાડની ટીમે રાજકોટની ટીમને 12-3 થી, બરોડાની ટીમે ડાંગને 7-3 થી, અને ભરુચની ટીમે સાબરકાંઠાની ટીમને 13-1 થી પરાજય આપ્યો હતો. વિમેન્સની મેચમાં ભરુચની ટીમે નવસારીને 18-4થી, ભાવનગરની ટીમે ગાંધીનગરની ટીમને 3-1…

ITF J30  ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના દેવ અને જેન્સી કાનાબારનો વિજય

અમદાવાદ 15 વર્ષીય ટોચના ક્રમાંકિત દેવ વિપુલ પટેલે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા મેરેથોન મુકાબલામાં છઠ્ઠા ક્રમાંકિત પ્રકાશ સરન પર રોમાંચક વિજય મેળવતા ગુજરાત માટે ITF J30 ટુર્નામેન્ટમાં શાનદાર દિવસ રહ્યો હતો. ફક્ત એક જ સર્વ બ્રેક સાથે પહેલો સેટ 5-7થી ગુમાવ્યા બાદ, દેવે પ્રભાવશાળી રીતે ફરીથી તાલમેલ સાધ્યો હતો. પોતાના ગ્રાઉન્ડસ્ટ્રોકમાં ઉત્તમ સ્થાન…

સ્ટેટ ટીટીમાં ધ્રુવ અને વિન્સી અંડર-13માં ચેમ્પિયન

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અંડર-13માં મોખરાના ખેલાડી ધ્રુવ ભંભાણી અને ગર્લ્સમાં વિન્સી તન્નાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ટાઇટલ જીતી લીધા હતા.અંડર-13…

સ્ટેટ જુનિયર ફૂટબોલમાં મહેસાણા, જામનગર, સુરત અને જૂનાગઢનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 11.7.2025એ રમાયેલી મેચોમાં મહેસાણાએ રુદ્ર શુક્લાના 3 ગોલ, અવધુ પટેલના 2 અને કિસ્મતના 1 ગોલની મદદથી ખેડા ને 6-1 મહાત આપી હતી. ખેડા તરફથી ધૈર્ય દોશી દ્વારા 1 ગોલ કર્યો હતો. બીજી મેચમાં જામનગરે રોહન અંબીગરના 3 ગોલ, ઓમ નંદનીયા,…

સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં ધ્રુવ અને રવિ પટેલનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત અને સંચાલિત એપેક્સ ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2025 ના સિક્સ રેડ સ્નૂકર અમદાવાદ સિટીના પ્રથમ રાઉન્ડમાં રવિ પટેલે દેવાંશુ સોમપુરાને 3-0 થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. 10/07/2025 * 6 રેડ સ્નૂકરના પરિણામો ધ્રુવ એન પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ ધાર્મિક…

34 મી જુનીયર ફૂટબોલમાં છોટાઉદેપુર, દ્વારિકા, સુરત અને અમદાવાદનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં  આજની મેચોનાં પરિણામઃ છોટાઉદેપુરે સાસ્વત પાંડેના 2 ગોલ અને મયુર કુમાર રાઠવાના 2 ગોલની મદદથી મહેસાણાને  4-1 થી પરાજય આપ્યો હતો. મહેસાણાના રુદ્રકુમાર પટેલે 1 ગોલ કકર્યો હતો. બીજી મેચમાં દેવભૂમિ દ્વારિકાની ટીમે રાજવીરસિંહ જાડેજાના 2 ગોલ, સત્યમ ચૌબેના 1…

સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં જોહ્ન્સન, શીલ, રાજ અને જેનીલનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત અને સંચાલિત એપેક્સ ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2025 માં હાલમાં સિક્સ રેડ સ્નૂકર અમદાવાદ સિટીના પ્રથમ રાઉન્ડમાં જોહ્ન્સન નરસીદાની, એક અનુભવી ખેલાડી, ફોર્મમાં જોવા મળી હતી, જેણે આદિત્ય શાહ સામે પોતાના પહેલા રાઉન્ડમાં 3-0થી વિજય મેળવ્યો હતો. સિક્સ રેડ ઓપનમાં…

34મી જૂનિયર ફૂટબોલમાં વડોદરા, વલસાડ અને આણંદનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં  8.7.2025 ના રમાયેલ મેચોના પરિણામઃ વડોદરાની ટીમે નિર્ણાયક મેચ માં દિપેશ ઠાકુર અને આયુષ ઉપાધ્યાય ના 1-1 ગોલની મદદથી રાજકોટ પર 2-1થી વિજય મેળવ્યો હતો.રાજકોટના પ્લેયર ખુશ બોઘરા  દ્વારા 1  ગોલ કરાયો તથા રાજકોટના માન પાંભરને રફ ગેમ રમવા બદલ…