ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ફૂટબોલ ટૂર્નામેન્ટમાં જૂનાગઢ-સુરતનો વિજય

Spread the love

અમદાવાદ

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ફૂટબાલ ટુર્નામેન્ટમાં આજે રમાયેલી મેન્સની  મેચમાં જુનાગઢની ટીમે નવસારીની ટીમને 8-5 થી, સુરતની ટીમે પંચમહાલની ટીમને 9-3 થી, વલસાડની ટીમે રાજકોટની ટીમને 12-3 થી, બરોડાની ટીમે ડાંગને 7-3 થી, અને ભરુચની ટીમે સાબરકાંઠાની ટીમને 13-1 થી પરાજય આપ્યો હતો.

વિમેન્સની મેચમાં ભરુચની ટીમે નવસારીને 18-4થી, ભાવનગરની ટીમે ગાંધીનગરની ટીમને 3-1 થી અને બનાસકાંઠાની ટીમે રાજકોટની ટીમને 2-1 થી હાર આપી હતી. ફૂટબાલ ટુર્નામેન્ટ દાંડી બીચ, સુરત માં રમાઈ રહી છે.

આ ટુર્નામેન્ટમાં ગુજરાતના 13 જિલ્લાની મેન્સની ટીમો  તથા 11 જિલ્લાની વિમેન્સની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 28.1.26 થી 1.2.26 સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *