મહેસાણા
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 11.7.2025એ રમાયેલી મેચોમાં મહેસાણાએ રુદ્ર શુક્લાના 3 ગોલ, અવધુ પટેલના 2 અને કિસ્મતના 1 ગોલની મદદથી ખેડા ને 6-1 મહાત આપી હતી. ખેડા તરફથી ધૈર્ય દોશી દ્વારા 1 ગોલ કર્યો હતો.

બીજી મેચમાં જામનગરે રોહન અંબીગરના 3 ગોલ, ઓમ નંદનીયા, આદર્શ મિશ્રા, હારી થાપા, નમન ભટ્ટી અને નૈતિકના 1-1 ગોલની મદદ થી દેવભૂમી દ્વારિકા પર 8-0 થી એકતરફી વિજય મેળવ્યો હતો.
ત્રીજી મેચમાં સુરતે આરુષ મેહતાના 3 ગોલ, જતીનના 2 ગોલ અને ચૈતન્યના 1 ગોલની મદદથી મોરબી પર 7-1 થી વિજય મેળવ્યો હતો. મોરબીના બ્રિજરાજ દ્વારા 1 ગોલ કરાયો હતો અને 1 ગોલ સેલ્ફ થયો હતો.
લીગની આખરી મેચમાં જૂનાગઢે રાઘવના 1 ગોલની મદદથી બનાસકાંઠાને 1-0 થી પરાજય આપ્યો હતો.
12.7.2025થી 8 ગ્રુપની ટોપ ટીમો વચ્ચે સુપર લીગની મેચ રમાશે તેમાં, વડોદરા અને વલસાડ, આણંદ અને ગાંધીનગર, છોટાઉદેપુર અને જામનગર, સુરત અને અમદાવાદ વચ્ચે મેચ રમાશે.
