34 મી જુનીયર ફૂટબોલમાં છોટાઉદેપુર, દ્વારિકા, સુરત અને અમદાવાદનો વિજય

Spread the love

મહેસાણા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં  આજની મેચોનાં પરિણામઃ છોટાઉદેપુરે સાસ્વત પાંડેના 2 ગોલ અને મયુર કુમાર રાઠવાના 2 ગોલની મદદથી મહેસાણાને  4-1 થી પરાજય આપ્યો હતો. મહેસાણાના રુદ્રકુમાર પટેલે 1 ગોલ કકર્યો હતો.

બીજી મેચમાં દેવભૂમિ દ્વારિકાની ટીમે રાજવીરસિંહ જાડેજાના 2 ગોલ, સત્યમ ચૌબેના 1 ગોલની મદદથી દાહોદને 3-1 થી મહાત આપી હતી. દાહોદના દ્રોના ઉદવાણી એ 1 ગોલ કર્યો હતો.

આજની ત્રીજી મેચમાં સુરતે જતિન સોનવાણીના 2 ગોલ, આરુષ મહેતા અને તન્મય કુમારના 1-1 ગોલની મદદથી ભાવનગર પર 4-2 થી વિજય મેળવ્યો હતો. ભાવનગરના ઇબ્રાહિમ દીવાને 2 ગોલ ફટકાર્યા હતા.

ચોથી મેચમાં અમદાવાદની ટીમે કબીર વાઘેલા, પર્વ નાયક અને ઓમ શાહના 1-1 ગોલની મદદથી જુનાગઢને 3-1 થી હાર આપી હતી.જુનાગઢના રાઘવ પોરવાલે 1 ગોલ કર્યો હતો.

10 જુલાઈ ના રોજ 4 મેચ રમાશે. છોટાઉદેપુર અને ખેડા, દાહોદ અને જામનગર, ભાવનગર અને મોરબી  તથા અમદાવાદ અને બનાસકાઠા વચ્ચે મેચ રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *