ડિબ્રુગઢ જેલમાં અમૃતપાલસિંહ સાથીઓ સાથે ભૂખ હડતાળ પર

Spread the love

જેલમાં સારું ભોજન આપવામાં નથી આવતું. તેમજ તેમને ડિબ્રુગઢ જેલમાંથી ફોન કોલ કરવાની પણ મંજૂરી નથી જેના કારણે તેઓ ભૂખ હડતાળ પર બેઠા છે

અમૃતસર

‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહ તેના તમામ સાથીઓ સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં ભૂખ હડતાળ પર બેઠા છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરે આ વાતનો ખુલાસો કર્યો છે.

અહેવાલ પ્રમાણે અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરનું કહેવું છે કે, તે અમૃતપાલને મળવા માટે દર અઠવાડિયે ડિબ્રુગઢ જેલમાં જાય છે. અમૃતપાલે ખુલાસો કર્યો છે કે, તેને જેલમાં સારું ભોજન આપવામાં નથી આવતું. તેમજ તેમને ડિબ્રુગઢ જેલમાંથી ફોન કોલ કરવાની પણ મંજૂરી નથી જેના કારણે તેઓ ભૂખ હડતાળ પર બેઠા છે.

પત્ની કિરણદીપ કૌરે જણાવ્યું કે, જો સરકાર તેમને ફોનની સુવિધા આપે તો તેમને દર અઠવાડિયે મળવા માટે 20-25 હજાર રૂપિયા ખર્ચવા નહીં પડે. કારણ કે દરેક પરિવાર આ ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. કિરણદીપ કૌરે કહ્યું કે, ફોનની સુવિધા ન મળવાને કારણે વકીલો સાથે પણ વાત નથી થઈ શકતી જેના કારણે વકીલો પાસેથી કંઈ કહી શકાય કે પૂછી શકાતું નથી જેના કારણે કેસ લડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

કિરણદીપ કૌરે વધુમાં જણાવ્યું કે, જેલમાં ખાવા-પીવાની વ્યવસ્થા સારી નથી. ક્યારેક દાળ કે શાકભાજીમાં મીઠું ઉમેરવામાં આવતું નથી તો ક્યારેક તમાકુમાં મીઠું ઉમેરવામાં આવે છે. ખાવા-પીવા માટે કશું જ યોગ્ય નથી હોતું. જેલના લોકોને કંઈ કહી શકાતું નથી કારણ કે તેઓ પંજાબી ભાષા નથી સમજતા. જેના કારણે અમૃતપાલ અને તેના સાથીઓ માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. કિરણદીપ કૌરે સરકાર પાસે માંગ કરી છે કે, સરકાર આ મુદ્દાઓને વહેલી તકે હલ કરે. આ માત્ર સામાન્ય સુવિધાઓ છે જે પરિપૂર્ણ કરી શકાય છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *