AACA દ્વારા આયોજીત “Media AdVantage 2026” ટોક-શો ઈન્ટીગ્રેટેડ મીડિયા પ્લાન બ્રાન્ડ માટે મેજીક ક્રીએટ કર્યું

Spread the love

અમદાવાદ:

અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા 35 વર્ષના Festival of Advertising ના ભાગરૂપે AACA મીડિયા એડવાન્ટેજ ટોક-શો માં અન્ડરસ્ટેન્ડીંગ ધી પાવર ઓફ મીડિયા વિષય પર પ્રિન્ટ, રેડિયો, ટેલીવિઝીન, આઉટડોર અને ડીજીટલ એડવર્ટાઈઝીંગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.

જેમાં દેશના અગ્રણી મીડિયા એક્સપર્ટ્સ દ્વારા દરેક મીડિયાના યુનિક સ્ટ્રેન્થ અને બ્રાન્ડ ગ્રોથ માટે તેના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે જ ઈન્ટીગ્રેટેડ મીડિયા સ્ટ્રેટેજી ની અગત્યતા પર ભાર મૂકાયો.

જાગરણ ગૃપનાં બસંત રાઠોડ જણાવે છે કે પ્રિન્ટ આજે પણ બ્રાન્ડની શાખ અને વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરવા માટે સૌથી મજબૂત માધ્યમ છે.

રેડિયો મિર્ચીનાં યતીશ મહર્ષિ કહે છે કે આજના વૈવિધ્યસભર મીડીયા લેન્ડસ્કેપમાં બેલેન્સ જરૃરી છે જે રેડિયો દ્વારા પરિપૂર્ણ થાય છે.

ભારત 24 ન્યુઝ ચેનલનાં મનોજ જાગ્યાસી જણાવે છે કે ટ્રેડીશનલ મિડીયા અને ડીજીટલ એકબીજાને પૂરક છે અને ભારતમાં ટેલીવિઝન સૌથી વધુ નેટવર્ક કવરેજ આપતું માધ્યમ છે. Traditional અને Digital બંને media એકબીજાને પૂરક છે.

મોમ્સ આઉટડોરનાં જયેશ યાજ્ઞિક કહે છે કે આઉટડોર એ કંન્ટેટ વગરનું પ્યોર એડવર્ટાઈઝીંગ માધ્યમ છે. ડીજીટલ આઉટડોર વધુ ઈનોવેશન અને ઈમ્પેક્ટફુલ છે.

કોમર્ઝ – યુકેનાં ડૉ. કુશલ સંઘવી કહે છે ડીજીટલ એ માત્ર અવેરનેસ નહીં પરંતુ કનેક્ટેડ કોમર્સ તરફ આગળ વધી ગયું છે જ્યાં દરેક ટચપોઈન્ટ ટ્રાન્ઝેક્શન બની શકે છે.

મોડરેટર તરીકે માઈકા ઈન્સ્ટીટ્યુટનાં ડૉ. સંતોષ પાત્રા દ્વારા સમગ્ર ચર્ચાને દિશા આપવામાં આવી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે સાચી દરેક માધ્યમની અલગ અલગ શ્રેષ્ઠતા છે. મીડીયા પ્લાનર અને એડવર્ટાઈઝીંગ એજન્સીની ભૂમિકા અને એક્ષપર્ટીઝ મીડિયા સિનર્જી દ્વારા બ્રાન્ડ માટે ડિમાન્ડ ઉભી કરાવવાનો છે.

આ પ્રસંગે AACA પ્રમુખ મનિષ ગાંધી એ આવનારી AACA કોફી ટેબલ બુકની જાહેરાત કરી, જેમાં AACA ના 35 વર્ષના સફર અને ગુજરાતના એડવર્ટાઈઝીંગ ક્ષેત્રનો વિકાસ દર્શાવવામાં આવશે. AACA સતત લર્નીંગ, ઈનોવેશન અને કોલોબરેશનના પ્લેટફોર્મને ઊભું કરવા માટે પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *