આરોગ્ય કર્મચારીઓના હિતોનું રક્ષણ અને તેમના પ્રશ્નોના સંવેદનશીલ નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

Spread the love

ગાંધીનગર

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સાનિધ્યમાં આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વર્ગના આરોગ્ય કર્મચારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કર્મચારીઓએ ખાતાકીય પરીક્ષા, ઉચ્ચત્તર પગાર ધોરણ, પંચાયત હસ્તકના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કરના ખાતાકીય મંત્રીએ તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી કર્મચારીહિતને કેન્દ્રસ્થાને રાખી યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “રાજ્યના આરોગ્ય કર્મચારીઓ માત્ર કર્મચારી નથી, પરંતુ જનસેવાના પવિત્ર કાર્યમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા આરોગ્ય વ્યવસ્થાના મજબૂત આધારસ્તંભ છે. તેમના હિતો અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક કર્મચારીના હિત, સન્માન અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કર્મચારીઓના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે સરકાર સતત સંવાદ અને સહકારના માર્ગે આગળ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *