દેશમાં સોલાપુરમાં સૌથી વધુ સરેરાશ 28 લાખથી વધુ સેલરી મળે છે

Spread the love

ભારતમાં એવરેજ વાર્ષિક સેલેરી રૂ. 18,91,085 છે જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ રૂ. 5,76,851 છે, પુરુષોને 19 લાખ 53 હજાર રૂપિયા અને મહિલાઓને 15 લાખ 16 હજાર રૂપિયાથી વધુ સેલરી મળે છે


નવી દિલ્હી
જુલાઈ 2023 સુધીમાં એવરેજ સેલેરી સર્વેનો ડેટા આવી ગયો છે. ભારતમાં એવરેજ વાર્ષિક સેલેરી રૂ. 18,91,085 છે જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ રૂ. 5,76,851 છે. બીજી તરફ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની સેલેરીમાં તફાવત પણ વધુ છે. પુરુષોને એવરેજ સેલેરી 19 લાખ 53 હજાર રૂપિયા અને મહિલાઓને એવરેજ સેલેરી 15 લાખ 16 હજાર રૂપિયાથી વધુ મળે છે.
એવરેજ સેલેરી સર્વે વિશ્વભરના 138 દેશોમાં હજારો વ્યક્તિઓનો સેલેરી ડેટા રજૂ કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. ભારત માટે આપવામાં આવેલી માહિતી 11,570 લોકોની સેલેરી પર આધારિત છે. વિવિધ કારકિર્દી ક્ષેત્રોમાં મેનેજમેન્ટ અને બિઝનેસમાંથી સૌથી વધુ સરેરાશ આવક રૂ. 29 લાખ 50 હજાર 185 છે. ત્યારબાદ લોકોએ લો પ્રોફેશનમાંથી આવક મેળવી છે જેમાં વાર્ષિક સરેરાશ આવક 27 લાખ 2 હજાર 962 રૂપિયા થઈ છે.
સર્વેના આંકડા પ્રમાણે 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લોકોને 38 લાખ 15 હજાર 462 રૂપિયા સેલેરી આપવામાં આવે છે. બીજી તરફ 16 થી 20 વર્ષનો અનુભવ ધરાવતા લોકોને 36 લાખ 50 હજારથી વધુ સેલેરી મળે છે. બીજી તરફ ડોક્ટરેટની ડિગ્રી ધરાવતા લોકો સૌથી વધુ પગાર સરેરાશ 27 લાખ 52 હજારથી વધુ કમાય છે જ્યારે હાઈસ્કૂલની ડિગ્રીથી નીચેના લોકો વાર્ષિક 11 લાખ 12 હજારથી વધુ કમાય છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં લોકોની એવરેજ સેલેરી 20 લાખ 43 હજાર 703 રૂપિયા છે. ત્યાં 1,890 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ભુવનેશ્વરમાં એવરેજ સેલેરી 19 લાખ 94 હજાર 259 રૂપિયા છે. રાજસ્થાનના જોધપુરની એવરેજ વાર્ષિક સેલેરી રૂ.19,44,814 છે. પુણે અને શ્રીનગરમાં એવરેજ વાર્ષિક સેલેરી 18 લાખ 95 હજાર 370 રૂપિયા છે. અને હૈદરાબાદમાં વાર્ષિક સેલેરી 18 લાખ 62 હજાર 407 રૂપિયા છે.
સર્વે રિપોર્ટ પ્રમાણે શહેરોમાં એવરેજ વાર્ષિક સેલેરીની દ્રષ્ટિએ સોલાપુર સૌથી વધુ આંકડાઓ વાળુ શહેર તરીકે ઉભરી આવ્યું છે. જે વાર્ષિક 28 લાખ 10 હજાર 092 રૂપિયા ચૂકવે છે. જોકે આ શહેરમાં માત્ર બે લોકોનો જ સર્વે કરવામાં આવ્યો છે. બીજી તરફ મુંબઈમાં 1,748 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે ત્યાં લોકોની એવરેજ સેલેરી 21 લાખ 17 હજારથી વધુ છે. આ ઉપરાંત બેંગ્લોરમાં લોકોની એવરેજ વાર્ષિક સેલેરી 21.01 લાખથી વધુ છે. અહીં લગભગ 2,800 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.
ભારતના યુપીમાં સૌથી વધુ એવરેજ સેલેરી 20,730 રૂપિયા છે. યુપી બાદ પશ્ચિમ બંગાળની એવરેજ સેલેરી 20,210 રૂપિયા છે. અને મહારાષ્ટ્રમાં એવરેજ સેલેરી રૂ. 20,110 છે. બિહાર 19,960 રૂપિયાની એવરેજ સેલેરી સાથે ચોથા નંબર પર છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન રૂ. 19,740 સાથે પાંચમા નંબરે છે.

Total Visiters :258 Total: 1495422

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *