લંડન
ઓપનએઆઈ દ્વારા ગયા વર્ષે ચેટજીપીટી લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ચેટજીપીટીના નિર્માતા યૂરોપીયન યુનિયનના આગામી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેશે તો તેઓ યુરોપ છોડવાનું વિચારી શકે છે. ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.
યુરોપિયન યુનિયન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે કયા નિયમો રાખવા જોઈએ તે અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાફ્ટમાં, ચેટજીપીટી જેવા જનરેટિવ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતી કંપનીઓએ તેમની સિસ્ટમ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ કૉપિરાઇટ સામગ્રીને જાહેર કરવી પડશે.
ઓપનએઆઈના સીઈઓએ કહ્યું હતું કે અમે યુરોપના નવા નિયમોને અનુરૂપ રહેવાનો પ્રયાસ કરીશું જ્યારે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાછી ખેંચતા પહેલા તૈયાર થઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યૂરોપીયન યુનિયનનો એઆઈ એક્ટનો વર્તમાન ડ્રાફ્ટ ઓવર-રેગ્યુલેશન હશે પરંતુ અમે સાંભળ્યું છે કે તેને પાછો ખેંચવામાં આવી રહ્યો છે. હજુ પણ તે વિશે વાત ચાલી રહી છે.
યુરોપિયન યુનિયનના સાંસદો આ મહિનાની શરૂઆતમાં ડ્રાફ્ટ એક્ટ પર સર્વસંમતિ પર પહોંચી ગયા છે. હવે બિલની અંતિમ વિગતો પર સંસદ, કાઉન્સિલ અને કમિશનના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થશે.
ઓલ્ટમેને કહ્યું કે ઘણું બધું બદલી શકાય છે. જેમ કે સામાન્ય હેતુવાળી એઆઈ સિસ્ટમ્સની વ્યાખ્યા બદલવી.