આ અકસ્માત અસલપુર-જોબાર્ને અને હિરનોડા સ્ટેશન વચ્ચે અપ લાઇન પર થયો હતો

જયપુર
રાજસ્થાનના જયપુર-ફૂલેરા રેલ માર્ગ પર આજે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત હિરનોડાથી જોબનેર રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો. ઘટના સવારે 5 વાગ્યા આસપાસ બની હતી. અહેવાલ અનુસાર, માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. આ અકસ્માત અસલપુર-જોબાર્ને અને હિરનોડા સ્ટેશન વચ્ચે અપ લાઇન પર થયો હતો. રેલ ટ્રાફિકને ફરીથી સરળ બનાવવા માટે ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. બીજી તરફ માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી રેલ સેવાઓ પ્રભાવિત થઇ છે.
આટલી ટ્રેનો રહેશે રદ
આ અકસ્માતથી કોઈ જાનહાનિ થઇ નથી. મોટી દુર્ધટના ટળી છે. આ અકસ્માતના કારણે ઘણી ટ્રેન સેવાને અસર થઇ જેમાં ટ્રેન નંબર 19735, જયપુર-મારવાડ, ટ્રેન નંબર 19736, મારવાડ-જયપુર, 22977, જયપુર-જોધપુર, 22978, જોધપુર-જયપુર,ટ્રેન નંબર 09605, અજમેર-જયપુર, 19719, જયપુર-સુરતગઢ, ટ્રેન નંબર 09606, જયપુર-અજમેર રદ કરવામાં આવી.