ભારતીય જોડીએ ગોલ્ડ મેડલના મુકાબલામાં ફ્રાન્સની ઓસિયન મુલર અને રોમેન ઓફ્રેરેની જોડીને 17-13થી પરાજય આપ્યો હતો

ચાંગવોન
કોરિયાના ચાંગવોનમાં આઈએસએસએફવર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે અભિનવ સાઓ અને ગૌતમી ભનોટની ભારતીય જોડીએ 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જોડીએ ગોલ્ડ મેડલના મુકાબલામાં ફ્રાન્સની ઓસિયન મુલર અને રોમેન ઓફ્રેરેની જોડીને 17-13થી પરાજય આપ્યો હતો.
અભિનવ સાવ અને ગૌતમી ભનોટની ભારતીય જોડીએ કોરીયાના ચાંગવોનમાં આઈએસએસએફજુનિયર વિશ્વ નિશાનેબાજ ચેમ્પિયનશિપના બીજા દિવસે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમમાં સ્વર્ણચંદ્રક જીત્યો હતો. ભારતીય જોડીએ ગોલ્ડ મેડલની મેચમાં ઓશિયન મુલર અને રોમેન ઓફ્રરેની ફ્રાંસની જોડીને 17-13 થી હરાવી હતી. ભારતની દાવેદારીમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે, જેમાં આ મેડલ ટેલીમાં બીજા સ્થાન પર આવી ગયો છે. તેણે એક રજત અને બે કાસ્ય પદક પણ જીત્યા છે. ચીન પદક તાલિકામાં ટોપ પર છે, તેણે ભારત જેટલા જ ગોલ્ડ મેડલ જીત્યા છે. પરંતુ તેના નામ પર બે સિલ્વર મેડલ નોંધાયેલા છે.