અમેરિકાની રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6 મગર અને 6 ઘડિયાળ આયાત કરશે

Spread the love

રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે લુપ્ત થવા દેવા માંગતી નથી અને એટલા માટે તામિલનાડુથી તેને અમે્રિકા લાવવાની યોજના છે

વોશિંગ્ટન

અમેરિકાની સૌથી મોટા રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6 મગર અને 6 ઘડિયાળ ઈમ્પોર્ટ કરવા માંગે છે. આ માટે તેણે અમેરિકન સરકાર પાસે મંજૂરી માંગી છે.

રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે લુપ્ત થવા દેવા માંગતી નથી અને એટલા માટે તામિલનાડુથી તેને અમે્રિકા લાવવાની યોજના છે. આ મગર અને ઘડિયાળમાં 50 ટકા નર અને 50 ટકા માદા હશે. સરકારનુ કહેવુ છે કે, ફિનિક્સ હર્પેટોલોજિકલ સોસાયટી ભારતના તામિલનાડુમાંથી 6 ઘડિયાળ અને 6 મગર ઈમ્પોર્ટ કરવા માંગે છે અને આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. 

ફેડરેલ ગર્વમેન્ટે લોકો પાસે આ બાબતે સલાહ માંગી છે અને અભિપ્રાય આપવા માટે 16 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સરકારનુ કહેવુ છે કે, આ નોટિફિકેશન માત્ર એક વખત ઈમ્પોર્ટ માટેનુ છે. 

રેપ્ટાઈલ બેન્કની યોજના ઘડિયાળ અને મગરને ઈમ્પોર્ટ કરીને તેમની વસતી વધારવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *